તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:ચેક પરત ફરવાના કેસમા છ માસની કેદની સજા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુભાષનગરના મિત્રએ ઉખરલાવાળા મિત્રને રૂપીયા85000 ઉછીના આપેલ

મીત્રના નાતે ઉછીના આપેલ નાણાનો ચેક આપેલ જે બેન્કમાંથી પરત ફરતા થયેલી કોર્ટ ફરિયાદમા અદાલતે આરોપીને કસુરવાન ઠેરવી છ માસની કેદની સજા ફટકારી હતી.શહેરના સુભાષનગર વિસ્તારમાં જગન્નાથ પાર્ક ખાતે રહેતા ફરિયાદી જગદીશભાઇ ધીરજલાલ રાજપુરા અને આરોપી વિજયસિંહ રણજીતસિંહ ગોહિલ ( ઉખરલાવાળા,રહે.પંચવટી ચોક,સુભાષનગર)વાળા એક બીજાના પરિચયમાં હોય ફરિયાદીએ મિત્રતાના નાતે આરોપી ને ગત તા.26/9/2017 ના રોજ રોકડા રૂપીયા 85000 ઉછીના આપેલા.તે સામે આરોપીએ ફરિયાદીને બેન્કનો ચેક લખી આપેલો જે તે સમયે આ ચેક ફરિયાદીએ બેન્ક ખાતામાં જમા કરવા નાખેલ. આ ચેક ગત તા.3/10/2017 ના રોજ વિજયસિંહ ગોહિલના ખાતામા ખુટતા નાણા ભંડોળ ન હોવાથી ઇનસફીશ્યન્ટ ફંડના શેરા સાથે ગત તા.4/10/2017 ના રોજ ચેક પરત ફરેલ.

આ અંગે ફરિયાદી જગદીશભાઇ રાજપુરાએ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 હેઠળ ભાવનગરના પાંચમા એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સોનલકુંવરબા . જે ચાવડા ની અદાલતમા કેસ ચાલી જતા કોર્ટે ફરિયાદી પક્ષના વકીલની દલીલો,પુરાવાઓ વગેરેને ધ્યાને લઇ આરોપી ને ધ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબના ગુન્હામા કસુરવાન ઠેરવી 6 માસની સાદી કેદની સજા અને રૂ.10000 નો રોકડ દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો