તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તવિકતા:પરિસ્થિતિ : મા અમૃતમ યોજનાનો લાભ દર્દીઓને મળતો નથી કારણ : સરકારી પૈસા ડોકટરોને મોડા અને અપૂરતા મળે છે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ દર્દીઓ આંટા ફેરા મારે છે, ડોકટરો સર્જરી પણ કરતા નથી ને ના પણ પાડતા નથી
  • દર મહિને સરેરાશ 100 દર્દીઓની સર્જરી થતી હતી એને બદલે છેલ્લા બે મહિનામાં સરેરાશ માત્ર 70 જ સર્જરી

ભાવનગરમાં સરકારની મા-અમૃતમ કાર્ડ યોજના નીચે નિ-રીપ્લેસમેન્ટ અને હીપ રિપ્લેસમેન્ટની સર્જરી મોટાભાગના ડોકટરોએ સમયસર અને પુરતા નાણા નહી મળી રહ્યા હોવાથી બંધ કરી છે. જો કે દર્દીઓને ડોકટરો દ્વારા આ સાચી હકિકત જણાવવાને બદલે જુદા જુદા ટેકનીકલ કારણો બતાવી સર્જરી દૂર ઠેલે છે જેને કારણે લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચતો નથી અને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

ભાવનગરમાં ઢીચણના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ ઘણા લાંબા સમયથી મા-અમૃતમ કાર્ડ યોજના નીચે સર્જરી નહી થતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. શહેરમાં અંદાજીત મહિને 100થી વધુ દર્દીઓ રીપ્લેસમેન્ટની સર્જરી કરાવતા હતા. તેને બદલે છેલ્લા બે મહિનામાં અંદાજે 70 જ દર્દીઓની સર્જરી થાય છે.જો કે આવા દર્દીઓને હવે ખાનગી હોસ્પિટલનો પુરો ચાર્જ ચૂકવીને આ ડોકટરી સેવા લેવી પડે છે. મા-અમૃતમ યોજનામાં પુરા પૈસા નહી મળતા હોવાથી ઘણા દર્દીઓને હલકી ગુણવતાના ઈમ્પ્લાન્ટ ડોકટરો લગાડી દેતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. કાર્ડિયોલોજી સર્જરી માં પણ સ્ટેન્ડ મૂકવાની અને અન્ય તકલીફો માં પણ દરદીઓની ફરિયાદો આવી રહી છે.

મળવાપાત્ર રકમ કરતા સર્જરી નો ખર્ચ વધી જતો હોય છે
મોટાભાગે નાં સારી પ્રેક્ટિસ કરતા ડોકટરો ક્યારેય ની ( ઢીંચણ) કે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી માં હલકી ગુણવત્તા ની વસ્તુઓ વાપરતા નથી. જ્યારે અમૃતમ કાર્ડ અંતરગત નાં રેટ કરતા ઘણી વાર સર્જરી નો ખર્ચ વધી જતો હોય છે. ઘણાં ઓર્થોપેડીક સર્જનોને પણ મળવાપાત્ર રકમ આવવામાં પણ સમય લાગી જતો હોય માટે બની શકે કે આવા પ્રશ્નો સર્જાય. > ડો.વિનોદ ગૌતમ, ઓર્થોપેડીક સર્જન, સર.ટી. હોસ્પિટલ

હજી સુધી કોઈ દર્દી કે ડોકટર ની આવી ફરિયાદ આવી નથી
હોસ્પિટલ દ્વારા એમ. ઓ.યુ. કરવામાં આવે ત્યાર બાદ જ મા અમૃતમ કાર્ડ અંતર્ગત તેઓ ઓપરેશન કરતા હોય છે. મા અમૃતમ કાર્ડ નાં લીધે જે તે હોસ્પિટલ માં દર્દીઓની સંખ્યા પણ વધતી હોય છે. મા અમૃતમ કાર્ડ અંતર્ગત આપવામાં આવતી રકમ 90 દિવસ ની અંદર હોસ્પિટલ ને પહોંચાડવામાં આવતી હોય છે. મારા સુધી આ પ્રકારની કોઈ ફરિયાદો પહોંચી નથી. કોઈપણ દરદીને આવી તકલીફ હોય તો તેઓ જે તે વિભાગ નો સંપર્ક કરી શકે છે. > ડો.હિરેન વ્યાસ, ડીસ્ટ્રિકટ કોઓર્ડીનેટર મા અમૃતમ યોજના

સર્જરી બંધ કરવાનો નિર્ણય લેવાયો નથી
મા અમૃતમ કાર્ડ અંતરગત થતી સર્જરી માં નક્કી કરેલ રકમ ઉપરાંત પણ જે તે હોસ્પિટલ ની ફેસેલિટી, દર્દીની ઉંમર, શારીરિક અવસ્થા અને બીજી મુશ્કેલીઓ ને ધ્યાનમાં રાખીને રકમ આપવી જોઈએ. હાલમાં સર્જરી માટે 80 હજારની કિંમત આપવામાં આવે છે. જે ઘણીવાર સર્જરીની ખુલ કિંમત થી ઓછી હોય છે. જોકે ઓર્થોપેડીક એસો. દ્વારા આવી સર્જરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તેવાત ખોટી છે. > ડો.હર્ષવર્ધન જાડેજા, સેક્રેટરી, ઓર્થોપેડીક એસોસિયેશન, ભાવનગર

અત્યારે ઘૂંટણ નાં દર્દનાં લીધે ચાલી શકાતું નથી
ઘૂંટણ નાં દર્દ થી પીડાતા 69 વર્ષના એક દર્દી નાં જણાવ્યા અનુસાર તેઓ ઘણા સમયથી ડોકટર પાસે જઈને સર્જરી માટે પ્રયત્ન કરી રહ્યા છે. ડોકટર દ્વારા ટેકનિકલ ખામી છે કે અત્યારે સર્જરી નહિ થઈ શકે વગેરે બહાના બતાવીને સર્જરી પાછળ ધકેલવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. આ ઉમરે તેઓ પીડાઈ રહ્યા છે અને ઘૂંટણ ની તકલીફ નાં લીધે ચાલી પણ શકતા નથી. તેઓ હાલમાં ઘરમાં જ હોય છે અને વહેલામાં વહેલી તકે તેમની સર્જરી કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...