વેરિફિકેશનનો આરંભ:ભાવનગરમાં 16 પેઢીઓમાં સ્થળ ચકાસણી, બધી બોગસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પેઢી અમદાવાદની, એકનું જુનાગઢનું રજીસ્ટ્રેશન
  • સ્ટેટ GST એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા સ્પોટ વેરિફિકેશનનો આરંભ કરાયો

ભાવનગર અને જીએસટી ગેરરીતિઓમાં સાપેક્ષતા હોય તે રીતે કાંઇક ને કાંઇક અસમાનતાઓ મળી આવે છે. ભાવનગરમાં 16 પેઢીઓમાં સ્પોટ વેરિફિકેશન હાથ ધરવામાં આવતા તમામ બોગસ પેઢીઓ હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

કાયદાઓમાં રહેલા છીંડાઓનો ગેરઉપયોગ કરી ભેજાબાજોએ બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન થકી કરોડો રૂપિયાના બોગસ બિલિંગ આચરવામાં આવ્યા હતા. હવે સ્પોટ વેરિફિકેશન શરૂ થયા છે. બે પેઢીઓની અમદાવાદમાં તથા એકની જૂનાગઢમાં રજીસ્ટ્રેશન અને સરનામા ભાવનગરના મળી આવ્યા છે. ઉપરોક્ત તમામ પેઢીઓમાં દર્શાવેલા સ્થળે કોઇ મળી આવ્યુ ન હતુ, અને તમામ બોગસ હતી. હવે એસજીએસટી તંત્ર દ્વારા જેને વેરાશાખનો લાભ મળ્યો છે તેની પાસેથી રકમ વસુલવાનો પ્રયાસ કરશે ઉપરાંત વેચાણ પરની વેરાશાખ નામંજૂર કરવા માટેની પ્રક્રીયા આગળ ધપાવાય છે.

બોગસ કંપનીના નામ
ભાવનગર એસજીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા કરવામાં આવેલા સ્પોટ વેરિફિકેશન દરમિયાન ક્વેસ્ટ એન્ટરપ્રાઇઝ, એ.એમ.એન્ટરપ્રાઇઝ, અભિ ટ્રેડર્સ, મન્નત ટ્રેડિંગ, મહાવિર એન્ટરપ્રાઇઝ, ગૌતમ એન્ટરપ્રાઇઝ, દક્ષ ટ્રેડિંગ, રોલેક્સ એન્ટરપ્રાઇઝ, મકાણી એન્ટરપ્રાઇઝ, એપલ એન્ટરપ્રાઇઝ, ઇલેવન સ્ટાર ટ્રેડિંગ કંપની, રોયલ એન્ટરપ્રાઇઝ, ક્લાસિક એન્ટરપ્રાઇઝ, અંબિકા એન્ટપ્રાઇઝ, કેશવ એન્ટરપ્રાઇઝ, ગોલ્ડ ઇમ્પેક્સની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...