વ્યવસ્થા:સર ટી. હોસ્પિ.માં ઇન્ટર કેમ્પસ અવર-જવર થઈ શકશે નહીં

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓની સારવાર, મેડિકલ સ્ટાફ મેનેજમેન્ટ, મેડિકલ સાધનોની ઉપલબ્ધી તથા અન્ય લોજિસ્ટિક્સ અને જાહેર જનતાની આરોગ્ય વિષયક સેવા બાબતે સુચારુ વ્યવસ્થા ગોઠવાય તે માટે સ્ટેટ નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાય દ્વારા હોસ્પિટલની મુલાકાત બાદ જે સૂચન કરાયા તે મુજબ હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓની સારવાર ચાલી રહી છે તે જુના બિલ્ડીંગ ટ્રોમા સેન્ટર અને કેન્સર બિલ્ડિંગને બેરીકેડ કરી સીંગલ કોવિડ કેમ્પસ કરવામાં આવેલ છે.

જેનાથી આઇસોલેશન અસરકારક રીતે થઇ શકશે અને અન્ય સામાન્ય દર્દીઓ તેમજ દર્દીઓના સગા સંબંધીઓને ચેપ લાગવાની સંભાવના પણ નિવારી શકાશે. 24*7 પોલીસ બંદોબસ્ત, સિક્યુરિટીમાં વધારો અને કાઉન્સિલિંગ સ્ટાફની સેવાઓથી દર્દીના સગા સબંધીઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે સંભવિત ઘર્ષણ નિવારી શકાય તેવી પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...