નિમણૂક:સર ટી. હોસ્પિટલમાં સરકારે ન્યુરોસર્જનની નિમણૂક કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર દર્દીઓને જ અમદાવાદ રીફર કરાય છે
  • ગંભીર અકસ્માતના કેસમાં દર્દીઓને સ્થાનિક હોસ્પિટલમાં ઓપરેશનની સુવિધા મળતી થશે

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા ન્યુરોસર્જનની નિમણૂક કરવામાં આવી છે. જેને કારણે અકસ્માત જેવા ગંભીર બનાવવોમાં દર્દીઓને હવે ભાવનગર ખાતે જ સારવાર મળી રહેશે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. રાજેન્દ્ર કાબરીયાના સ્થાને રાજ્ય સરકાર દ્વારા ન્યુરોસર્જન તરીકે ડૉ. મિલાપ પરમારની નિમણૂક કરવામાં આવી છે અને તેમણે પોતાનો ચાર્જ પણ સંભાળી લીધેલ છે.

હોસ્પિટલમાં તંત્ર વાહકોએ જણાવ્યું હતું કે, "અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તેવા અમારા પ્રયત્નો હોય છે.’ પરંતુ કોઈ દર્દીની સ્થિતિ વધારે ગંભીર હોય તો જ ન છૂટકે તેમને અમદાવાદ કે અન્ય સ્થળે રીફર કરવા પડે છે. જ્યારે રેસિડેન્ટ ડૉ. પલ્કી અગ્રવાલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઓપરેશન નિષ્ણાંત ડોક્ટરો દ્વારા જ થાય છે, પરંતુ ઓપરેશન પહેલા કે ઓપરેશન પછી જે કોઈ સારવાર આપવી પડે છે તેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ ડોક્ટરની સૂચના મુજબ ફરજ બજાવે છે. કોઈ ઓપરેશન કરાતા નથી.

અન્ય સમાચારો પણ છે...