તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:સર ટી. ખાતે સૌ પ્રથમવાર મણકાના ટી.બી.નું ઓપરેશન

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હલનચલન ન કરી શકતા પથારીવશ દર્દીને પાંસળીમાં સ્ક્રુ ગોઠવવામાં આવ્યો : ઓર્થોપેડીક ટીમની સફળતા

સર.ટી હોસ્પિટલ ભાવનગર ખાતે બુધવારે સૌ પ્રથમવાર મણકાના ટી.બી નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અહીંના ઓર્થોપેડીક વિભાગ માં આ પ્રકારની સર્જરી પહેલીવાર કરવામાં આવી છે. 30 વર્ષ નાં મહિલા દર્દી ગીતાબેન ચાવડા ગામ નાની માળ ,પાલીતાણા નાં રહેવાસી છે. તેઓ સતત ત્રણ વર્ષથી કમર નાં દુખાવાથી પીડાતા હતા. દુઃખાવો છેલ્લા ચાર મહિનાથી ખૂબ વધારે થઈ ગયો હતો માટે તેઓ કોઈ હલનચલન કરી શકતા નહોતા અને પથારીવશ હતા. દુખાવાની ફરિયાદ સાથે તેઓ સર.ટી નાં ઓર્થોપેડીક વિભાગમાં પહોંચ્યા અને તેમનું ઓપરેશન કરવામાં આવ્યું.

દર્દી નાં એમ.આર.આઇ માં મણકા નો ટી.બી હોવાનું સાબિત થયા પછી દર્દીને ત્રણ દિવસ સર.ટી ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ટી.બી. નાં લીધે દર્દી નાં ત્રણ મણકા ખરાબ થઈ ચૂક્યા છે. દર્દની આર્થિક પરિસ્થતિ પણ નાજુક હોવાથી અહીં નાં ઓર્થોપેડીક વિભાગમાં જ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર.ટી ખાતે ટ્રાનસથોરેકીક એપ્રોચ દ્વારા દર્દીનું ઓપરેશન થયું હતું. એટલેકે છાતીની પાંસળીઓ ખોલીને હાડકાંના કટકા ત્યાં નાખવામાં આવ્યા અને સ્ક્રુ બેસાડીને નવો મણકો બનાવીને ઓપરેશન થયું. મોટાભાગે આ ઓપરેશન 12 કલાક ચાલતું હોય છે.

પરંતુ સર.ટી હોસ્પિટલ નાં નિષ્ણાતો ની ટીમ દ્વારા ફક્ત 2 કલાક માં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન ઓર્થોપેડીક વિભાગનાં વડા ડૉ. વિનોદ ગૌતમ, સહ અધ્યાપક ડૉ. ચેતન રાઠોડ, એનેસથેસિયા વિભાગ નાં ડૉ. ચૈતાલી, ઓર્થોપેડીક વિભાગ નાં ડૉ. ચિરંજીવ સૈની અને ડૉ. સુમિત જૈન તથા નર્સિંગ સ્ટાફ ની મદદથી કરવામાં આવ્યું હતું.

ટાંકા અને હદયની નળી કાઢ્યા બાદ રજા આપીશું
આ દર્દી માં કમર ની નસ દબાવવાની તકલીફ હતી. ઓપરેશન દરમિયાન છાતી માંથી ચેકો મૂકીને ફેફસા અને હદય સાઈડ માં કરીને મણકા કાઢવામાં આવ્યા હતા. મણકા કાઢી નાખવાથી હવે લકવો હતો રહેશે. કોઈપણ મણકા નાં ઓપરેશન છાતી તરફથી કે બરડા તરફથી કરી શકાય છે. જો દર્દીના મણકા નો પાછળનો ભાગ ખરાબ હોય તો પાછળની તરફથી અને આગળનો ભાગ ખરાબ હોય તો આગળ થી ચેકો મૂકવો પડે. હવે દર્દીને ટાંકા કાઢ્યા બાદ અને છાતીની નળી કાઢ્યા બાદ 15 દિવસોમાં રજા આપવામાં આવશે. દર્દી ત્યારબાદ કસરત કરીને હલનચલન કરી શકશે. આખું જોખમી ઓપરેશન હતું કારણકે હદય ખુલ્લું હોવાથી ડેથ ઓન ટેબલ પણ થઈ શકે.> ડો.વિનોદ ગૌતમ, ઓર્થોપેડિક સ્પાઈન સર્જન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો