તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સર ટી. હોસ્પિટલમાં સોમવારથી પોસ્ટ કોવિડ ઓ.પી.ડી. શરૂ થશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ આડ અસરથી બચી શકે તે માટે આયોજન
  • હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં કોરોના થયા બાદની સમસ્યાઓનું નિદાન અને સારવાર પણ કરાશે

કોરોનામાં સારવાર લઈને સાજા થયેલા દર્દીઓને સમયસર જાણકારી મળે અને યોગ્ય તપાસ થાય તેવા આશય સાથે સર ટી. હોસ્પિટલ ખાતે આગામી સોમવાર થી પોસ્ટ કોવિડની ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી રહી છે.કોરોના પોઝિટિવ આવ્યા પછી દર્દીએ પ્રાઇવેટ કે સરકારી દવાખાનામાં દાખલ થઇ કે હોમ આઇસોલેટ થઈને સારવાર લીધી હોય તેવાં તમામ દર્દીઓમાં કોવિડ પછી પણ તકલીફો ઉભી થતી હોય છે જેમાં કોવિડ દરમ્યાન સારવારમાં આપવામાં આવતી અલગ- અલગ દવાઓની નજીકની તેમજ દૂરોગામી અસરો અને આડઅસરો જે ગંભીર પ્રકારની હોય શકે અને અમુક સંજોગોમાં જીવલેણ હોઇ શકે.

કોવિડ સાથે અન્ય રોગો બ્લડ પ્રેશર, ડાયબીટીસ, કેન્સર તેમજ અન્ય ગંભીર રોગથી પીડાતા હોવાના કારણે ઉભી થતી તકલીફો તથા તેનાં નિયંત્રણ અંગેની સમસ્યાઓ, આ ઉપરાંત અન્ય કોમ્પ્લીકેશન્સ જેવાં કે Fungal Infection, Neurological Issues, Psychological Issues, રુધિરાભિસરણ પ્રક્રિયામાં અવરોધ ઉભો થવો ચકાસવામાં આવશે.

કોરોના મુક્ત દર્દીઓને તપાસી તેને યોગ્ય સારવાર અને સલાહ આપવામાં આવશે. જેથી ભૂતકાળમાં જે દર્દીઓને કોરોના હતો તેવા દર્દીઓએ આ ઓ.પી.ડી.નો લાભ લેવો જેથી ભવિષ્યમાં થતાં મ્યુકરમાયકોસિસ, ફુગ ,લોહી ગંઠાઈ જવું, શરીરમાં રહેલી નબળાઈ, ટી.બી. જેવી બીમારીથી બચી શકાય. ઓ.પી.ડી.માં તજજ્ઞ ફિઝિશયન, ઇ.એન.ટી. સર્જન, આંખનાં સર્જન તેમજ જરૂર જણાય બીજા નિષ્ણાંત તજજ્ઞોઓ દ્વારા સેવા આપવામાં આવશે.

ઇમરજન્સી સારવાર પણ મળશે
કોવિડ બાદ રજા આપવામાં આવેલ દર્દીઓને પ્રથમ માસ દરમ્યાન દર અઠવાડીયે અને પછીથી દર પંદર દિવસે ત્રણ માસ સુધી આ સ્પેશિયલ પોસ્ટ કોવિડ ઓ.પી.ડી. ખાતે તપાસ માટે આવવાં સલાહ આપવામાં આવશે.‌ઉપરાંત જો તાત્કાલિક સારવારની જરૂર પડે તો 24 X 7 સર ટી. હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...