તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સર હોસ્પિટલ મામલે તંત્ર જ કેન્સરગ્રસ્ત:સર ટી. હોસ્પિટલમાં મશીનરી સહિતનું બિલ્ડીંગ તૈયાર છતાં દર્દીઓ થાય છે હેરાન

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છ વર્ષથી ચાલતા કેન્સર હોસ્પિટલના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની મશીનરી
 • મશીનો છ માસથી આવીને ધૂળ ખાય છે, પણ આરોગ્ય અને હોસ્પિટલનું તંત્ર આળસ ખંખેરતું નથી

સર.ટી હોસ્પિટલ નું વહીવટી તંત્ર કેન્સર હોસ્પિટલ ની શરૂઆત નાં પગલે છેલ્લા 6 વર્ષથી કેન્સરગ્રસ્ત બનેલું છે. લોક ડાઉન નાં સમયગાળા દરમિયાન જૂનમાં અહીં મશીનો આવ્યા પછી પણ હોસ્પિટલ નું સર્જીકલ કામ શરૂ થયું નથી. હોસ્પિટલ ની બનાવટ અને મશીનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ભાવનગર માં કેન્સર નાં અગણિત દર્દીઓ જે કેન્સર હોસ્પિટલ ની શરૂઆત થવાની આશા છે તે હજી સુધી ઠગારી નીવડી છે.

સૌરાષ્ટ્ર સહિત ભાવનગરના ગામડાઓમાં તમાકુ અને માવા નાં સેવન નાં લીધે કેન્સરના દર્દીઓ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અત્યાર સુધી કેન્સરની સારવાર માટે દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં જવું પડતું હતું. ત્યારબાદ 2015 થી ભાવનગર માં કેન્સર હોસ્પિટલ નું બાંધકામ શરૂ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા બે વર્ષથી કેન્સર હોસ્પિટલ ની બિલ્ડીંગ બની ગઈ હતી અને છેલ્લા છ મહિનાથી મશીન આવ્યા બાદ પણ હજી સુધી સર્જીકલ વિભાગો શરૂ થયા નથી.

ભાવનગરમાં સર. ટી ખાતે છેલ્લા ઘણા સૌથી કેન્સર હોસ્પિટલ નું કામ શરૂ હતું. છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલ માં 3 પ્રકારના મશીન લાવવામાં આવ્યા છે. આ મશીનો ની કુલ કિંમત 25.29 કરોડ ગણવામાં આવે છે. સર.ટી ખાતેની કેન્સર હોસ્પિટલ નું સંચાલન ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવશે. અત્યારે 72 જેટલા દર્દીઓ ની સારવાર કરી શકાય તેટલી સુવિધા ધરાવતી હોસ્પિટલ હજી સુધી દર્દી વિહોણી છે તેની પાછળ સાધનો ની અછત જવાબદાર હતી કે વહીવટી તંત્ર ની ગોકળગાય એ વિચારવા લાયક બાબત છે.

અત્યારે અલગ અલગ કેન્સરનાં દર્દીઓ સર.ટી. નાં અલગ અલગ વોર્ડ માં સારવાર લેવા માટે મજબૂર છે. મોઢાનું કેન્સર હોય તો ઈ.એન.ટી, બ્રેસ્ટ કેન્સર કે યુટેરસ માટે ગાયનેક, ફેફસાના કેન્સર માટે ચેસ્ટ ફિઝીશિયન પાસે સારવાર લેવી પડે છે. અત્યારે સારવાર માટે મહુવા , તળાજા અને ભાવનગર નાં લોકોએ પણ અમદાવાદ તરફ જવું પડે છે અને મુશ્કેલીઓ વેઠવી પડે છે. અત્યારે હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ અને રિડીયોલોજિસ્ટ સહિતનો સ્ટાફ આવી ગયેલ છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે એમ. ઓ.યુ થઈ ગયા બાદ પણ હજી ત્યાંથી કોઈ નિષ્ણાંતોને મોકલવામાં આવ્યા નથી. મશીનો 6 મહિના પહેલા જ આવ્યા હોવાથી તેનું ઇન્સ્ટોલેશન કર્યા બાદ પરવાનગી પણ લઈ લેવામાં આવી છે. કેન્સર નાં દર્દીઓ અને ભાવનગર ની જનતા મીટ માંડીને બેઠી છે તેવી કેન્સર હોસ્પિટલ ની સુવિધા ક્યારે મળશે તેની કોઈ ઠોસ માહિતી મળી શકતી નથી.

તાલીમ અને મંજૂરીનાં વાંકે વિલંબ
ગયા મહિને જ એમ.ઓ.યુ થયા બાદ પેરા મેડિકલ, કલાસ 3 અને 4 નાં 121 જેટલા સ્ટાફ ની ભરતીની મંજૂરી મળી ગયેલ છે. મશીનો માટે પણ મંજૂરી મેળવવી પડે અને ત્યારબાદ ટેકનિકલ સ્ટાફને પણ લાવવામાં આવ્યો. નજીકના ભવિષ્યમાં મેડિકલ સ્ટાફ પણ અહીં હાજર થવાનો છે. અત્યાર સુધીમાં મંજૂરી અને તાલીમનાં વાંકે ઘણું કામ ધીમું પડયું હતું પણ હવે તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ હોવાથી કોઈ તકલીફ પડશે નહિ. મશીનો પણ છ મહિના પહેલા લાવવામાં આવ્યા છે તેમ સર ટી. હોસ્પિટલના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો