સમસ્યા:સર ટી. હોસ્પિટલમાં કમર અને ઘુંટણના દુ:ખાવાના રોજના 100થી વધુ દર્દીઓ, 40 થી 45 વર્ષ પછીના લોકોમાં સૌથી વધુ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખજૂર, કેળા​​​​​​​, દૂધનો ઉપયોગ કેલ્શિયમની કમી દુર કરવામાં મદદરૂપ

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં હાડકાના વિભાગમાં રોજની 300 જેટલી ઓપીડી આવતી હોય છે. જેમાંથી 100 જેટલી ઓપીડી માત્ર કમર અને ઘૂંટણના દુ:ખાવાની જ હોય છે. આ સમસ્યા મોટેભાગે 40 થી 45 વર્ષ પછીની વય ધરાવતા લોકોમાં સૌથી વધુ જોવામાં આવે છે. જે માટે શું કાળજી રાખવી જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય સમયે તપાસ કરાવી યોગ્ય ચિકિત્સકની સલાહને અનુસરવાથી ફાયદો થાય છે. મહિલાઓને માસિકસ્ત્રાવ પૂર્ણ થતા કમર અને ઘુટણની તકલીફ પડે છે. યોગ્ય રીતે વજન ન ઉચકાયો હોય તો કમરના મણકા ખસી જવાની તથા ઘુટણના ઘસારા માટે વધુ પડતુ કાર્ય છે.

શું સાવચેતી રાખશો ?
કમરના દુ:ખાવા માટે વજન ઉંચકવામાં તેમજ આગળની તરફ ઝુકવામાં તથા ગોઠણના દુ:ખાવા માટે પલાઠી વાળીને ના બેસવું જોઈએ, વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવો અને સાંધા માટેની સામાન્ય કસરતો દરરોજ કરવી. જમવામાં ખજૂર, કેળા અને દૂધનો ઉપયોગ કરવો જે કેલ્શિયમની પડેલી કમી દુર કરવામાં મદદરૂપ થાય છે.

અન્ય સમાચારો પણ છે...