તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાપર્ણ:સર ટી. હોસ્પિ.માં અઢી કરોડના ખર્ચે 2 ઓક્સિજન પ્લાન્ટનું લોકાપર્ણ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2000 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ઓક્સિજન પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયાના હસ્તે લોકાર્પણ

કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આથી કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલાં દેશની 2200 હોસ્પિટલોમાં સી.એસ.આર.ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યાં છે. આજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. 2.53 કરોડના ખર્ચે સ્થાપિત 2000 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં 2 ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરતી વેળાએ જણાવ્યું હતુ.

આ પ્લાન્ટ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકાગાળામાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. સર ટી. હોસ્પિટલમાં આ પ્લાન્ટથી આગામી 20 વર્ષ સુધીની ઓક્સિજનની વ્યવસ્થા ઉભી થઇ છે તેની ભૂમિકા તેમણે આપી હતી. ડો.માંડવીયાએ જણાવ્યું હતુ કે અમદાવાદથી કેવડિયા સી- પ્લેન, ઘોઘા- દહેજ રો- રો ફેરી, ઘોઘા- હજીરા રો- પેક્ષ ફેરી જેવાં પ્રકલ્પો ખૂબ ટૂંકાગાળામાં શરૂ કરી શક્યા છીએ તે આપણી પ્રતિબધ્ધતા છે.

આ અવસરે વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતુ કે એક મહિના પહેલાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાં માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇએ સૂચન કર્યું હતું અને તેમના સૂચનના માત્ર એક મહિનામાં તો આ પ્લાન્ટ કાર્યાન્વિત થઇ ગયો છેતેમણે આ અવસરે મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના નવાં સાધનો સાથેના વોર્ડનો આરંભ પણ કરાવ્યો હતો. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા પ્રતિ દિવસ 28,80,000 લીટર ઓક્સિજન ઉપલબ્ધ બનશે.

ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળે કહ્યું કે, પહેલાં આપણે ત્યાં માસ્ક, વેન્ટીલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે વિદેશ પર આધાર રાખવો પડતો હતો. આજે આપણો દેશ અન્ય દેશોને તે પહોંચાડે છે. તેટલું પરિવર્તન આવ્યું છે. આ અવસરે કેન્દ્રીય મંત્રીઓ સર્વાનંદ સોનોવાલ, શ્રીપદ યેસ્સો નાઇક, શાન્તનુ ઠાકુર, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર કિર્તીબેન દાણીધરિયાએ ઉદબોધન કર્યા હતાં.

હોસ્પિ.માં 20 % બેડ બાળકોની સંભાળ માટે
ડો.મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતુ કે કોરોનાના ત્રીજા વેવમાં બાળકોને વધુ અસર થઇ શકે છે. તો તેની જરૂરિયાતને પારખીને હોસ્પિટલોમાં અત્યારથી જ 20 ટકા બેડ બાળકોની સુવિધા આપી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...