બેદરકાર તંત્ર:સર ટી. હોસ્પિટલના દર્દીઓને પંખા પણ ઘરેથી લાવવા માટે ફરજ પાડવામાં આવે છે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્જરીના દર્દીઓને છેલ્લા બે મહિનાથી પડી રહેલી તકલીફ
  • અસહ્ય ગરમીમાં બહાર લોબીમાં સુતેલા દર્દીઓની ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી

સર ટી હોસ્પિટલમાં વહીવટ ખાડે ગયો છે. દર્દીઓને અસહ્ય ગરમીમાં પંખા ઘરેથી લાવવા માટે ફરજ પડાતા દર્દીઓમાં રોષવ્યાપેલ છે. ભાવનગર શહેરની મોટી એવી સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને અંદર ખાલી બેડ હોવા છતાં પણ લોબીમાં સારવાર અપાય છે. જેમાંથી ઘણા દર્દીઓ દોઢ-બે મહિનાથી દાખલ છે.

ઉપરાંત, પંખા પણ અપૂરતા હોવાથી દર્દીને ઘરેથી પંખા લાવવાની ફરજ પડે છે. આ ગરમીમાં સાજા થવા માટે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે પરંતુ હોસ્પિટલમાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે સાજા દર્દીઓ પણ માંદા પડી જાય છે. સર ટી. હોસ્પિટલમાં મહિલા સર્જરી વોર્ડમાં અસહ્ય પીડિતે દર્દીને હોસ્પિટલમાં અપૂરતા પંખા હોય તો ઘરેથી પંખા લાવવા પડે છે.

બિન અનુભવી વિદ્યાર્થીઓ દ્વારા સારવાર કરાય છે

બિન અનુભવી વિદ્યાર્થીઓ પર સુપરવિઝન માટે ડોક્ટર ન આવતા દર્દીના દુ:ખાવાને નજર અંદાજ કરી વધારે દુ:ખાવા પર જોરથી ઇન્જેક્શન લગાવી દે છે જેને દવા કે સારવાર માટે નોલેજ નથી હોતું તથા પંખાની વ્યવસ્થા કરવાનું ડૉક્ટર અને નર્સ ને જણાવતા તમે તમારી રીતે વ્યવસ્થા કરો તેમ કહ્યું હતું - હિતેષ મકવાણા, દર્દીના પતિ

અસહ્ય પીડા ઉપરાંત ગરમીની પીડા

હું ડાયાબિટીસની દર્દી છું. મારા પગની બે આંગળી અને અંગૂઠો કાપવો પડ્યો છે. છેલ્લા દોઢ-બે મહિનાથી અહીં દાખલ છું. અસહ્ય પીડા ઉપરાંત મને પંખાની પૂરતી સગવડ ન મળતી હોવાથી મારા બેડ પર પંખો ઘરેથી લાવવો પડયો છે.- વાલીબેન ઘનાભાઈ ભુરખીયા, દર્દી

અન્ય સમાચારો પણ છે...