તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતીના પગલા:કોરોનાની ત્રીજી લહેર માટે સર ટી.સજ્જ 255 બેડ વધશે, ઓકિસજન પ્લાન્ટ શરૂ થશે

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પલ્સ ઓક્સીમીટર, વેન્ટીલેટર ઇન્ફ્યુઝન પંપ, ઓકિસજનનાં બાટલાની સંખ્યા વધશે

ભાવનગર સહિત દેશભરમાં કોરોના ની બીજી લહેર હજી પૂરી પણ નથી થઈ ત્યાં ત્રીજી લહેર નાં ભણકારા વાગી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં કોરોના નાં દર્દીઓ નાં આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એપ્રિલ મહિનામાં 3835 અને મે મહિનામાં 5389 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે. જો કોરોના ની ત્રીજી લહેર આવે અને પરિસ્થતિ વધુ વણસે તો સર.ટી. હોસ્પિટલ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સર.ટી. હોસ્પિટલ ખાતે અત્યારે 815 ઓકિસજન સાથેના બેડ છે. જેમાં બીજા 255 બેડ નો વધારો કરવામાં આવશે જેથી બેડ ની કુલ સંખ્યા 1015 પહોંચી જશે.

અત્રે ઉલ્લેખનીય છેકે પહેલી લહેર બાદ બીજી લહેર માટે પણ બેડ માં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સર.ટી. ખાતેની ઓકિસજન ટેન્ક ની ક્ષમતા 10 હજાર લિટર ની છે જે વધારીને 30 હજાર લિટર કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને ઓકિસજન ની ઉણપ પડે નહિ. ઉપરાંત ડોકટરો નાં અંદાજ અનુસાર જરૂર પડતા 500 જેટલા ઓકિસજન નાં બાટલા પણ મંગાવી લેવામાં આવ્યા છે. આ સિવાય જરૂર પડતા તમામ સાધનો જેવા કે પલ્સ ઑક્સીમીટર, સ્ટ્રેચર, વેન્ટીલેટર ઇન્ફ્યુઝન પંપ વગેરે પણ વધારે સંખ્યામાં મંગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...