તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:લોકડાઉન બાદ સર ટી. હોસ્પિટલના જનરલ OPDમાં 50 ટકા ઘટાડો થયો

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને લીધે લોકોમાં હોસ્પિટલ જવાનો ડર
  • લોકો ઘરેલુ ઉપચાર, ફેમિલી ડોકટરનાં શરણે , સામાજિક સંપર્ક ટાળવા સર.ટીમાં નથી આવતા

જ્યારથી કોરોના નો પગ પેસારો થયો છે ત્યારથી લોકો જનરલ ઑ.પી.ડી. માટે સર.ટી હોસ્પિટલ જતા દરે છે અને ત્યારથી સર.ટી હોસ્પિટલ ની જનરલ ઓ.પી.ડી. માં 50 ટકા જેટલો ઘટાડો થયેલ છે. આ ઘટાડા નું કારણ કોરોના નાં વધી રહેલા કેસ અને સર.ટી ખાતે કોરોના વોર્ડની હાજરી છે. લોકો હવે ઘરેલુ ઉપચાર અથવા પોતાના ફેમિલી ડોકટર પાસે જવાનું વધારે પસંદ કરતા હોય છે. કોરોના નાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખીને લોકો હવે ઘરે રહીને સારવાર લેવાનું પસંદ કરે છે.

મોટાભાગ નાં દર્દીઓનું સર.ટી ખાતે નહિ આવવું કારણ લોકોના ઓછા સંપર્ક માં આવવાનું હોય છે. લોકડાઉન બાદ તરત જ એપ્રિલ મહિના માં સૌથી ઓછા 18114 દર્દીઓનું આવવું સાબિતી છે કે લોકોમાં કોરોના નો ડર ત્યારે ખૂબ બેસી ગયો હતો હવે જેમ કેસ વધી રહ્યા છે તેમ લોકોના ડર માં પણ વધારો થાય છે. હજી પણ ડરના કારણે દર્દીઓ હોસ્પિટલ માં આવવાનું ટાળે છે.

એવી માનસિકતા છે કે સર.ટી માં લોકોના સંપર્કમાં આવીશું
કોરોના નાં દર્દીઓ માટે તો અલગ વોર્ડ બનાવવામાં આવ્યું છે. અને એ વોર્ડમાં લેબર રૂમ ની પણ સુવિધા કરવામાં આવી છે. જન્મ પછી જો બાળકને કોરોના ન હોય તો તેની ફીડિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. લોકોની સર.ટી ખાતે ન આવવાની માનસિકતા હોય છે કે વધુ લોકોના સંપર્કમાં આવી જઈશું. પરંતુ અમે ખૂબ ધ્યાન રાખીને અને સંપૂર્ણ રીતે તકેદારી લઈને સારવાર કરતા હોઈએ છીએ. અત્યારે ઘણા રેસિડન્ટ ડોકટર રાત દિવસ જનરલ અને કોવીડ વોર્ડમાં કામ કરી રહ્યા છે.> ડો.વિકાસ સિન્હા, મેડિકલ સુપરિટેન્ડેન્ટ, સર.ટી. હોસ્પિટલ

સર.ટી. હોસ્પિટલની જગ્યાએ વૈકલ્પિક OPD શરૂ થવું જોઈએ
સર.ટી.હોસ્પિટલ ખાતે સંક્રમણ નાં ભયે લોકો જવાનું તાલે છે ત્યારે પી.એન.આર. સોસાયટી અને ભગિની મંડળ જેવી જગ્યાઓએ ઓ.પી.ડી. શરૂ કરવાની વિચારણા થઈ હતી પરંતુ આ કરી મુલતવી રાખવામાં આવ્યું. સર.ટી. ની જગ્યાએ જો બીજે ક્યાંક ઓ.પી.ડી.શરૂ કરવામાં આવે તો લોકોનો ભય ઓછો થાય અને ત્યાં જઈને તેઓ પોતાની સારવાર કરાવી શકે. ઘણા દર્દીઓને હોસ્પિટલ જવું તો હોય છે પરંતુ સંક્રમણ નો ડર સતાવતો હોય છે ત્યારે બીજે ક્યાંક ઓ.પી.ડી હોય તો થોડાક નિશ્ચિંત થઈને જઈ શકે.

OPD ની વિગતો (વર્ષ 2020)

મહિનોદર્દીની સંખ્યા
જાન્યુઆરી47219
ફેબ્રુઆરી46134
માર્ચ42071
એપ્રિલ18114
મે20534
જૂન26214
જુલાઈ23949
ઑગસ્ટ26672
અન્ય સમાચારો પણ છે...