તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:સર ટી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓનું કાઉન્સિલિંગ કરી રહ્યા છે એક શિક્ષક

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોત્સાહનરૂપી શબ્દો વડે કોવિડના દર્દીઓની કરાતી સારવાર
  • કોરોના વોર્ડમાં દર્દીઓ વચ્ચે કાર્યરત છે મિલન રાવળ

ભાવનગરની હોસ્પિટલો કોરોના દર્દીઓથી છલકાઇ રહી છે. અને દ્વિતિય લ્હેરમાં મૃત્યુદર પણ રોકેટગતિએ ઉપર ગયો છે. મોટાભાગના દર્દીઓ કોરોનાના ભયથી મોતને ભેટી રહ્યા છે. તેવા સમયમાં શાળા ઇન્સપેક્ટર કોરોના દર્દીઓને પ્રોત્સાહનરૂપી શબ્દો થકી તેઓને જીવન જીવવાનું નવું બળ પુરૂ પાડી રહ્યા છે અને કાઉન્સિલિંગ કરી રહ્યા છે.કોરોનાના કપરા સમયમા જયારે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે, અને મદદરૂપ થઇ શકતા નથી ત્યારે શિક્ષણક્ષેત્રમાં કાર્યરત મિલનભાઈ રાવલ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને કાઉન્સિલિંગ કરી રહ્યા છે. સ્કુલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાવળ એપ્રિલ માસથી સર ટી.હોસ્પીટલમાં વોલેન્ટીયર્સ તરીકે કોરોનાના દર્દીઓની સેવામાં જોતરાયેલ છે.

તેઓ દર્દીઓનું કાઉન્સીલીંગ કરે છે, દરેક દર્દી પાસે જઈ તેઓને હિંમત આપે છે, સ્ટાફ મિત્રોને મદદરૂપ થાય છે. જયારે દર્દીઓ તેમના પરિવારથી દુર દવાખાનામાં એકલા જ છે ત્યારે આ હિંમત અને પ્રોત્સાહનના શબ્દો તેમના જીવન માટે નવું બળ પૂરું પડી રહ્યા છે.મિલનભાઈએ વાતચીતમાં જણાવ્યુ હતુકે, હોસ્પીટલમાં ડોક્ટર્સ અને તેમની ટીમ દર્દીઓ માટે ખડે પગે સતત મહેનત કરે છે. દર્દીઓ કોરોના નામથી જ ડરછી ગયેલા હોય તેઓને હકારાત્મક વિચારોના શબ્દરૂપી ઇન્જેક્શનો આપવા પડે છે. તેની સારી અસર દર્દીઓ પર થાય છે, અને શબ્દોથી નહિ પણ આચરણથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...