જીવનુ જોખમ:સર ટી. હોસ્પિટલમાં લિફ્ટ બંધ થતા ફસાયેલા આધેડ માંડ બચ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અચાનક લિફ્ટ બંધ પડી જાય તો દર્દીને જીવનુ જોખમ

સર ટી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં અવારનવાર લિફ્ટ બંધ થઈ જાય છે. બે દિવસ પહેલા જ ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દીની સાથે આવેલ સગાને ગોઠણનો દુખાવો હોય અને સવારે 6:30 કલાકે ઉપરના માળે થી નીચે જતા લીફ્ટ અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી.સર ટી હોસ્પિટલમાં 56 વર્ષીય લાલુભાઈ પરસોતમભાઈ લીંબાણી સણોસરા ગામથી પોતાના દાખલ ભાઈની સંભાળ રાખવા આવેલ. જેમને અચાનક લિફ્ટમાં ફસાઈ જતા મુંજારો થઈ ગયો હતો.

અડધાથી પોણા કલાક સુધી બંધ લિફ્ટમાં રહેતા આસપાસના સિક્યુરિટી મહિલાઓએ લોખંડનો સળીયો તેમને આપી તેમણે અંદરથી લિફ્ટનો લોક તોડી લીફ્ટનો દરવાજો ખોલીને પોતાના જીવના જોખમે અધવચ્ચે અટકેલી લિફ્ટમાંથી બહાર નીકળ્યા અને માંડ જીવમાં જીવ આવ્યો. લિફ્ટનું રિન્યુઅલ વર્ષ 2023-24 સુધીનું છે. લિફ્ટનો કોન્ટ્રાક્ટ અમદાવાદની ટેકનો એલિવેટર કંપનીને અપાયેલો છે. અમારું કાર્ય લિફ્ટના મેન્ટેનન્સ અને રીપેરીંગ કરવાનું છે. વીજકાપ થયો હોય તો લિફ્ટ તો અમુક ક્ષણોમાં જ જનરેટરની એક સ્વીચથી શરૂ થઈ જતી હોય છે. આ લિફ્ટમાં પાવર સપ્લાયની ફ્રિક્વન્સી બદલાઈ હતી.

લિફ્ટમેનની જરૂરિયાત માટે કોઈ કાર્યવાહી નહી
અમને લિફ્ટ બંધ પડવા અંગેની કોઈ તાત્કાલિક જાણ નહોતી કરાઈ. હોસ્પિટલમાં લિફ્ટમેનની જરૂરિયાત છે તે માટે હોસ્પિટલનાં મુખ્ય અધિકારીને અનેક રજૂઆતો કરેલ છે. પણ કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. - કમલેશભાઈ મકવાણા, ના.કા.ઈ., સર ટી.હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...