તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સર ટી. હોસ્પિટલમાં કોરોનાના 62% બેડ ખાલી

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સર ટી. હોસ્પિટલમાં કુલ 250 બેડ પૈકી 94 બેડમાં કોરોનાના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દી દાખલ : આ લહેરમાં ઘરે રહીને સારવાર લેતા દર્દીઓ વધ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે કોરોનાની આ લહેરમાં દિન-પ્રતિદિન કેસ વધતા જાય છે અને છે ત્યારે આ વખતે અગાઉ કરતા કોરોનાની લહેર ઓછી ગંભીર હોય અને રસીકરણ પણ થતું હોય તેમજ સાથે દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર રવાને બદલે ઘરે રહીને હોમ કોરોન્ટાઇન સાથે કોરોનાની સારવારનું પ્રમાણ વધ્યું છે. જેની સીધી સાબિત એ છે કે હાલ ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં આજે સવારની સ્થિતિએ કોરોનાના 62 ટકા બેડ ખાલી હતા.

સર તખ્તસિંહજી હોસ્પિટલના હાર્દિકભાઇ ગાઠાણીઅે જણાવ્યું હતુ કે સર ટી. હોસ્પિટલમાં આજે સવારે કોરોના પોઝિટિવના 65 અને શંકાસ્પો હોય તેવા 29 મળીને કુલ 94 બેડ કોરોનાના વોર્ડમાં સારવારમાં છે. જ્યારે હોસ્પિટલમાં કુલ ક્ષમતા 250 બેડની છે. એટલે કે 156 બેડ કોરોનાના ખાલી છે.

ટકાવારી પ્રમાણે 37.6 ટકા બેડ ભરાયેલા છે અને 62.4 ટકા બેડ આ સરકારી હોસ્પિટલમાં આજે સવારની સ્થિતિએ ખાલી હતા. વેન્ટીલેટર પણ એક પણ દર્દી નથી. કોરોનાની આ વખતની લહેરમાં દર્દીઓમાં કોરોનામાં લક્ષણોમાં બદલાવ આવ્યો છે. ગંભીર દર્દીઓ પણ ઓછા થયા છે.

કોરોનાનો ચેપ વધ્યો, ગંભીર દર્દીઓ ઘટ્યા
આ લહેરમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાતા પહેલો પ્રશ્ન એ થાય છે કે, મનમાં કોરોનાનો ડર રાખવો જરૂરી છે? આનો જવાબ હા, છે, કારણ કે, સાવચેતી રાખવામાં સહેજપણ પાછી પાની કરીએ તો વાઈરસને ઝડપથી ફેલાવાની તક મળી જાય છે. પણ સાથે સાથે હતાશ થવાની પણ કોઈ જરૂર નથી. હાલ કેસની સંખ્યા વધી રહી છે પરંતુ તેના પ્રમાણમાં ગંભીર દર્દી તેમજ મૃત્યુઆંક ઘણો ઓછો છે.ગત માર્ચ માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 752 કેસ પોજિટિવ નોંધાયા છે અને તેમાં 2 દર્દીના મોત કોરોનાથી થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો