તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ વિદાય:ભાવનગરના કુંભારવાડા કબ્રસ્તાનમાં 6 મર્હૂમોની એક સાથે દફનવિધિ કરાઈ, પરિવારજનો અને પાડોશીઓમાં આક્રંદ છવાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મૃતકોની વરતેજ કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરવામા આવી
  • એક મૃતકને અગ્નિ સંસ્કાર આપવામા આવ્યા

ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્ન પ્રસંગ માણીને પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો ત્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થતાં અજમેરી પરિવારના 6 સભ્યો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તમામ મૃતકોના કુંભારવાડા કબ્રસ્તાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તથા મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય અગ્રણીઓએ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. આ અકસ્માતને પગલે લોકોમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે.

બે માસૂમ બાળકો સહિત બે મહિલા અને બે પુરુષોની ભાવનગર શહેરના કુંભરવાડા કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી, મરહુમને ગુસલ વિધિ પણ કબ્રસ્તાનમાં જ કરવામાં આવી હતી તેમજ કબ્રસ્તાનના પટાંગણમાં જ જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી અને તમામ મરહુમો હક્કમાં સામુહિક દુવાઓ કરવામાં આવી હતી, જ્યારે બે મહુરમો વરતેજ કબ્રસ્તાન ખાતે દફનવિધી કરવામાં આવી હતી. જ્યારે ગાડીના ચાલક મૂર્તક રાધવભાઈની હિન્દુવિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

તારાપુર નજીક ઈન્દ્રણજ પાસે અકસ્માત નડ્યો

ભાવનગર શહેરના ઈન્દિરાનગર,વરતેજમાં રહેતો પરિવાર મહારાષ્ટ્રના માલેગાંવથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં ભાવનગર પરત ફરી રહ્યા હતા તે વેળા વહેલી સવારે તારાપુર નજીક ઈન્દ્રણજ પાસે મોરબીથી ટાઈલ્સ ભરી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલ ટોરસ ટ્રકે મારૂતિ ઈકો કાર સાથે અથડાવતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળા સહિત નવ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

ભાવનગર શહેરના ઈન્દિરાનગર વરતેજના આદમજી નગરમાં રહેતો મુસ્લિમ પરિવાર લગ્ન પ્રસંગે ભાવનગરના સિદસરમા રહેતા રાઘવ ભાઈ ઉર્ફે ઉકાભાઈ ગોહિલની માલિકીની મારૂતિ ઈકો કાર ભાડે કરીને બે દિવસ પૂર્વ મહારાષ્ટ્રના જલગાવ ગયો હતો. જ્યાંથી પરિવાર સુરત આવ્યો હતો અને સંબંધીઓને મળી ગત રાત્રે ભાવનગર આવવા રવાના થયો હતો.

ટ્રક ચાલ વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો

આ પરિવારની ઈકો કાર ભાવનગર વડોદરા હાઈવે પર તારાપુર નજીક ઈન્દ્રણજ ગામ પાસે પહોંચતા મોરબીથી ટાઈલ્સ ભરી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલ ટોરસ ટ્રકના ચાલકે ઈકો કાર સાથે ધડાકાભેર અથડાવતા પોણાભાગની કાર ટ્રક નીચે આવી જતાં વહેલી સવારે હાઈવે કારમાં સવાર લોકોની મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો અને ટ્રક ચાલ વાહન ઘટના સ્થળે છોડી નાસી છુટ્યો હતો. બીજી તરફ આ અકસ્માતને પગલે ટ્રાફિક અટકી ગયો હતો અને વાહન ચાલકો આસપાસના ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા, પરંતુ કારનો મોટો હિસ્સો ટ્રક તળે કચડાયેલો હોવાથી લોકોનું રેસ્ક્યુ મુશ્કેલ બનતા ક્રેન મંગાવવામાં આવી હતી.

એકબાદ એક નવ લાશો નિહાળી સ્વજનોએ આક્રંદ કર્યું

તારાપુર પોલીસ મથકે થી એસ.પી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કલાકોની જહેમત બાદ ટ્રકથી કાર અલગ કરી કારમાં રહેલા ક્ષતવિક્ષત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં તથા પીએમ માટે તારાપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડી મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં હતભાગી પરિવાર ભાવનગર હોવાનું ખુલતાં પોલીસે તેનાં પરીજનોને જાણ કરતાં પરીવારના સભ્યો તારાપુર દોડી ગયા હતા. જ્યાં એકબાદ એક નવ લાશો નિહાળી સ્વજનોએ કાળમિઢ પથ્થર પણ પીગળી જાય એવું આક્રંદ કર્યું હતું.

ઢળતી બપોરે મૃતદેહો ભાવનગર લાવવામાં આવ્યા

મૃતકોમાં મુસ્તુફા ડેરૈયા, સિરાજ અજમેરી, મુમતાઝ અજમેરી, રઈસ અજમેરી, અનિષા અલ્તાફ અજમેરી, મુસ્કાન અલ્તાફ અજમેરી, અલ્તાફ અજમેરી તથા ઈકો કાર ચાલક રાઘવ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ સિદસરનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકોનુ પીએમ થયા બાદ ઢળતી બપોરે મૃતદેહો ભાવનગર લાવવામાં આવ્યા હતા અને કુંભારવાડા કબ્રસ્તાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તથા મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય અગ્રણીઓએ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. આ અકસ્માતને પગલે લોકોમાં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો.

દફનવિધી વેળાએ ભાવનગર મેયર કીર્તિબેન દાણીધારીયા, કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ,નાહીનભાઈ કાઝી (મહામંત્રી ગુજરાત પ્રદેશ લઘુમતી મોર્ચો), આરીફ કાલવા, કસ્બા પ્રમુખ મહેબૂબભાઈ શેખ, મહેબૂબ રાઠોડ, સાજીદભાઈ કાઝી, સલીમ કુરેશી, હનીફભાઈ મેહતર, રૂમીભાઈ શેખ, પૂર્વ કોર્પોરેટર ઇકબાલ આરબ, કાળુભાઇ બેલીમ સહિત ભાવનગર જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...