વ્યથા:રખડતા ઢોર પ્રશ્ને મૌન જન આક્રોશ, રખડતા ઢોરને કારણે મૃત્યુ પામેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર સમાચાર અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે શહેરમાં રખડતા ઢોર પ્રશ્ને નીકળેલી મૌન રેલી
  • બીજા કોઈ મહાનગરોમાં ઢોરની આવી વિકટ સમસ્યા નથી ત્યારે ભાવનગરમાં પણ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા દૂરદંર્શી પગલા જરૂરી : વેપારીઓ, આગેવાનો, વકીલો સહિતના લોકોની લાગણી

ભાવનગરમાં શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે અને ઢોરની ઢીંકે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલી ગંભીર સમસ્યા છતાં તંત્ર અને શાસકો તેનો કોઈ ઉકેલ તો લાવ્યા નથી પરંતુ નક્કર પગલાં પણ ભર્યાં નથી. ત્યારે ભાવનગરમાં રખડતા ઢોરને કારણે મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આજે દિવ્ય ભાસ્કર-સૌરાષ્ટ્ર સમાચાર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઘોઘાગેટ ચોકથી હલુરિયા ચોક શહિદ સ્મારક સુધી મૌન રેલી દ્વારા જનઆક્રોશ વ્યક્ત થયો હતો. રખડતા ઢોરની સમસ્યા ભાવનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી હોવા છતાં અણઉકેલ છે. અન્ય મહાનગરોમાં ભાવનગર જેટલી જ ગંભીર સમસ્યા છે નહીં ત્યારે તંત્રએ સત્તાધારી પક્ષ દ્વારા જટીલ સમસ્યાને દૂર કરવા દૂરંદર્શી પગલા જરૂરી બન્યા છે.

દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચાર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ મૌન રેલીમાં શહેરના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ, વેપારી આગેવાનો, જીવદયા પ્રેમીઓ, માલધારી સમાજના આગેવાનો, રાજકીય પક્ષના આગેવાનો, વકીલો, ડોકટરો અને બુદ્ધિજીવીઓ જોડાયા હતા. ભાવનગરમાં અન્ય મહાનગરોની સરખામણીએ રખડતા ઢોરની સમસ્યા વધુ વિકટ બની ગઈ છે.

આ સંજોગોમાં આ સમસ્યાના નિવારણ માટે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા શરૂ કરાયેલ રખડતા ઢોરમુક્ત ભાવનગર અભિયાનના ભાગરૂપે જનજાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘાગેઈટ ચોકથી નીકળેલી આ મૌન શ્રદ્ધાંજલિ રેલી હલુરીયા ચોક શહિદ સ્મારક પહોંચી હતી જ્યાં મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના માનમાં બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

મૌન રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોની, સુનિલ વડોદરીયા, કેતન મહેતા, મહેશ અડવાણી, ચેમ્બરની મેનેજીંગ કમિટીનાં સભ્યો માલધારી સમાજના આગેવાન અને વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, નલીનીબેન જાડેજા, કલ્પેશ મણીયાર, મહેન્દ્રસિંહ સહિતના રાજકીય આગેવાનો, વકીલો મંડળના સંજયભાઈ ત્રિવેદી, હિરેનભાઈ જાની સહિતનાં વકીલો, વિઠ્ઠલભાઈ મેંદપરા સહિતના હિરા ઉદ્યોગના આગેવાનો, બ્રિજેશ શાહ સહિતના જીવદયા પ્રેમીઓ સિંધી સમાજ, બિઝનેસ સેન્ટરના વેપારીઓ સહિતના શહેરના શ્રેષ્ઠીઓ, આગેવાનો જોડાઈ રખડતા ઢોરની ઢીંકનો ભોગ બનેલા મૃતકોને અંજલિ અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...