તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદી:એક વર્ષમાં અલંગમાં જહાજની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આગામી બે માસ સુધી પણ અલંગમાં જહાજની સંખ્યા પાંખી રહેશે
 • માર્ચમાં માત્ર 10 જહાજ પોતાની અંતિમ સફરે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પહોંચ્યા

નાણાકીય વર્ષ 2020-21 સંપન્ન થયુ છે, અને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માટે આ વર્ષ નબળુ રહ્યું હતુ. આખા વર્ષ દરમિયાન માત્ર 191 જહાજ અલંગને કાંઠે આવી શક્યા છે. અને નિષ્ણાંતોના મતે આગામી બે માસ સુધી પણ જહાજોની સંખ્યા પાંખી રહેવાની શક્યતા છે.

વર્ષ 2011-12માં આગજરતી તેજીની વચ્ચે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં એક જ વર્ષમાં 415 જહાજ ભાંગવા માટે આવ્યા હતા અને મોટાભાગના પ્લોટમાં બે-ત્રણ જહાજો ભંગાઇ રહ્યા હતા. ફેબ્રુઆરી-2012ના મહિનામાં 28 દિવસમાં 48 જહાજ લાંગર્યા હતા અને એક જ દિવસમાં 8 શિપ અલંગમાં બીચ થયા હતા, જે વિશ્વ વિક્રમ હતો અને આજ સુધી યથાવત છે.

માર્ચ-2020ના અંતિમ સપ્તાહથી ભારતમાં કોરોનાએ પંજો પ્રસરાવતા એપ્રિલ અને મે મહિના લોકડાઉનમાં પસાર કરવાનો સમય આવ્યો હતો. આ બે મહિનાઓ દરમિયાન એપ્રિલમાં 4 અને મે મહિનામાં માત્ર 5 જહાજ આવ્યા હતા. તેવી જ રીતે સપ્ટેમ્બરમાં 6 જહાજ આવ્યા હતા. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જહાજની નોંધપાત્ર આવક થતા અલંગ માટે સાનુકુળતા સર્જાવા લાગી હતી, પરંતુ તડકા-છાંયડા સાથે સંકળાયેલા આ વ્યવસાયમાં પુન: અનેક પરિબળોને કારણે ઓછા જહાજ આવવા લાગ્યા અને ફેબ્રુઆરીમાં 12 તથા માર્ચ-2021માં માત્ર 10 જહાજ ભાંગવા માટે બીચ થયા હતા.

અલંગમાં ભંગાવા આવતા જહાજોના વ્યવસાય સાથે સંકળાયેલા જીતુભાઇ કામદારના મતે આગામી બે માસ પણ હજુ અલંગ માટે કપરા છે અને જહાજના આવવાની ગતિ ધીમી જ હશે.

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજના ભાવ અગાઉની સરખામણીએ પ્રતિ ટન 60થી 80 ડોલર વધી ગયા છે, અને સ્થાનિક વ્યવસાયકારો આંતરરાષ્ટ્રીય બજાર સ્થીર થવાની રાહ જોઇ રહ્યા છે.

અલંગ 2020-21
મહિનોજહાજ
એપ્રિલ-20204
મે5
જૂન29
જુલાઈ20
ઓગસ્ટ17
સપ્ટેમ્બર6
ઓક્ટોબર16
નવેમ્બર18
ડિસેમ્બર28
જાન્યુ.- 202126
ફેબ્રુઆરી12
માર્ચ10
કુલ191
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો