ગુલાબી ઠંડી:રાત્રે ઉષ્ણતામાનમાં ચાર ડિગ્રીનો થયેલો નોંધપાત્ર ઘટાડો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં બેવડી ઋતુનો અનુભવ શરૂ થઈ ગયો
  • ભાવનગરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું, બપોરે તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું

ભાવનગર શહેરમાં એક જ દિવસમાં રાત્રિના ઉષ્ણતામાનમાં 4 ડિગ્રી સેન્ટીગ્રેડના સડસડાટ ઘટાડા સાથે ઉષ્ણતામાન 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા મોડી રાત અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો થયો હતો. આસોમાં હવે નોરતા પૂર્ણ થતા અને શરદ પૂનમ નજીક આવતા ધીમી ચાલે શિયાળાની ઠંડીના આગમનના એંધાણ શરૂ થઇ ગયા છે.

ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ગઇ કાલની જેમ આજે પણ 34.1 ડિગ્રી સેન્ટીગ્રેડે યથાવત નોંધાયું હતુ પણ રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.0 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુે તે આજે એક એકાએક 4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી જતા તાપમાન 21 ડિગ્રી થઇ ગયું હતુ જેથી શુક્રવારની મોડી રાત અને આજે શનિવારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનોને થયો હતોલ.

શહેરમાં આજે હવામાં ભેજનું પ્રમાણ 41 ટકા થયું હતુ જે ગઇ કાલે ઘટીને 37 ટકા થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ ગઇ કાલની જેમ આજે પણ 12 કિલોમીટર નોંધાઇ હતી. આમ, હવે ઓક્ટોબરના મધ્ય ભાગ બાદ શહેરમાં ગુલાબી ઠંડીનો પગરવ થઇ ગયો છે. જેથી આગામી દિવસોમાં બપોરે બપોર અને રાત્રે થોડી ઠંડી સાથે બેવડી ઋતુનો અનુભવ શહેરીજનોને થશે.

અન્ય સમાચારો પણ છે...