વિશેષ:કોર્પોરેશન નોટીસો આપવામાં શૂરીપુરી અમલવારીમાં ઠેંગો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોડાદોડ દેખાડી નોટીસો આપે પરંતુ પ્રારંભે શૂરાની જેમ કામગીરીની શરૂઆતમાં જ લાગી જાય છે બ્રેક

સરકારમાંથી દબાણ આવે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા નોટિસો આપવામાં તો સુરી પુરી છે પરંતુ તેનું તટસ્થપણે અમલીકરણ કરતી નથી. જેને કારણે ભાવનગરના વિકાસ તો રૂંધાય છે પરંતુ સાથોસાથ અસુવિધાને કારણે નગરજનો પણ હેરાન થાય છે. પ્રારંભે શૂરાની જેમ અતિ ગંભીર બાબતોમાં પણ કોર્પોરેશન દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. સરકાર અથવા હાઇકોર્ટ લાલ અાંખ કરે ત્યારે શરૂઆતના દિવસોમાં કડક કાર્યવાહી કરી અંતે પાણીમાં બેસી જાય છે.

જેથી જ ખોટું કરવાવાળાને પણ કોર્પોરેશનનો જરાય ભય રહ્યો નથી. કોર્પોરેશન દ્વારા જ્યારે ઉપરથી દબાણ આવે છે ત્યારે રાતોરાત નોટિસો ફટકારવામાં આવે છે પરંતુ બાદમાં યેનકેન પ્રકારે આવા નોટિસ પ્રકરણમાં આગળ કોઈ કાર્યવાહી થતી નથી. જેથી કોર્પોરેશનની નીતિ પણ બધા આંગળી ચિંધવા લાગ્યા છે. આ પદ્ધતિમાં બદલાવ આવે તે અત્યંત આવશ્યક બન્યું છે.

કેસ નંબર 1: બી.યુ.પરમીશન
ભાવનગરમાં અનેક મિલકતો બીયુ પરમિશન લીધા વગરની ખડકી દેવામાં આવી છે.2009-10 થી 2020-21 દરમ્યાન બીયુ પરમિશન ન લીધી હોય તેવી 40 બહુમાળી બિલ્ડિંગોને મેળવી લેવા નહીં તો નળ ગટર કનેક્શન કટ કરવાની નોટિસ આપી હતી. પરંતુ આજે પણ બીયુ પરમિશન લીધા વગર ની મિલકતો ઊભી જ છે. તેમની સામે કોઇ કાર્યવાહી થઇ નથી.

કેસ નંબર- 2 હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી
ફાયર સેફટીનો મુદ્દો વારંવાર રાજ્ય કક્ષાએ વિવાદમાં આવી રહ્યો છે. કોટ અને સરકાર પણ ફાયર સેફટી માટે ખૂબ જ ગંભીર છે. જે સંદર્ભે કોર્પોરેશન દ્વારા વર્ષ 2017 પૂર્વેના બાંધકામવાળી 45 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફાયર સેફટી નહીં હોવાથી નોટિસ આપી હતી અને તેઓને પણ નળ ગટર કનેકશન કાપવાની ચીમકી આપી હતી. શરૂઆતમાં 10 બિલ્ડિંગોના નળ કનેક્શન કાપતાં જ કામગીરીને બ્રેક લગાવાઈ ગઈ હતી.

કેસ નંબર 3 : શહેરના કોમ્પ્લેકસોમાં પાર્કિંગ
ભાવનગર શહેરના ખાસ કરીને ગામતળ વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગનો ખૂબ જ પેચીદો પ્રશ્ન આજે પણ છે. કોમર્શિયલ મિલકતોમાં પાર્કિંગ ના અભાવે લોકોને બહાર રસ્તા પર વાહન પાર્ક કરવા પડે છે અને ટ્રાફિકના પ્રશ્નો ઊભા થાય છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગના અભાવ સંદર્ભે 175 કોમ્પ્લેક્સ તો સર્વે કર્યો હતો અને 85 કોમ્પલેક્ષને નોટિસો પણ આપી હતી. શરૂઆતમાં બિઝનેસ સેન્ટર માં 77 દુકાનોને સીલ કર્યા બાદ ભારે વિવાદ સર્જાતા બાંહેધરી મેળવી દુકાનોના સીલ તો ખોલી દીધા પરંતુ ત્યાર બાદના કોમ્પ્લેક્સોં સામેની કાર્યવાહીને બંધ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...