શ્રીમદ ભાગવત કથાનું આયોજન:ભાવનગર શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે 9 માર્ચથી શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો પ્રારંભ થશે

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નો આગામી તારીખ 9મી માર્ચથી પ્રારંભ થશે જેને લઇ તડા માર તૈયારીઓની થઈ રહી છે, આ કથાનું રસપાન ગિરિરાજ શાસ્ત્રી કરાવશે.

25માં રજત જ્યંતી મહોત્સવ
રામ મહલ તપસ્વીના રામચંદ્રદાસજી મહારાજેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રિવિધ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ મહલ તપસ્વીના વાડીમાં બિરાજીત વિગ્રઓનાં 25માં રજત જ્યંતી મહોત્સવ, લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા તથા સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્દ ભાગવત કથા રસામૃત મહોત્સવ આગામી તા.9 માર્ચથી ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે.

કથા દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો
શ્રીમદ્દ ભાગવત કથા રસામૃત મહોત્સવની પોથીયાત્રા તા.9ને ગુરુવારના રોજ બપોરે 2 કલાકે નીકળી કથા સ્થળે પહોંચશે, કથાના દરમ્યાન તા.11 નૃસિંહ અવતાર, તા.12 રામ જન્મ તથા કૃષ્ણ જન્મ, તા.13ના રોજ ગોવર્ધન પૂજા તથા તા.14 રુક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે,આ કથા તા. 9 થી 15 માર્ચ સુધી કથાનો સમય બપોરે 3 કલાકથી રહેશે, અને તા.15 માર્ચના રોજ કથાની પૂર્ણાહુતિ થશે.

ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
કથા સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં તા.10,11 અને 12 ના રોજ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. આ ભાવેણાની જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...