• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Short Film 'Mulaqat' Made By Bhavnagar Writer director Has Been Selected At The National Level, The Film Has Been Made With Social Relations At The Center.

સિદ્ધિ:ભાવનગર લેખક-દિગ્દર્શકે બનાવેલી શોર્ટ ફિલ્મ 'મુલાકાત'ની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી, સામાજિક સંબંધોને કેન્દ્રમાં રાખી બની છે ફિલ્મ

ભાવનગર12 દિવસ પહેલા
  • મુંબઈની જાણીતી સંસ્થા શોર્ટેડ ઇન્ડિયા પ્લેટફોર્મ દ્વારા શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી

ભાવનગરના યુવા અધ્યાપક અને લેખક ડો.વિશાલ પંડ્યા દ્વારા લિખિત-દિગ્દર્શિત તથા જસ્મીન ભટ્ટ દ્વારા સહ લિખિત શોર્ટ ફિલ્મની તાજેતરમાં શોર્ટ ફિલ્મ પ્લેટફોર્મમાં પસંદગી કરવામાં આવી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શોર્ટ ફિલ્મનું ચલણ વધ્યું છે. આ શોર્ટ ફિલ્મમાં સામાજિક સંબંધો અને સમસ્યાને દર્શાવીને એક મેસેજ આપવામાં આવે છે.

ફિલ્મના દિગ્દર્શક ડો. વિશાલ પંડ્યા
ફિલ્મના દિગ્દર્શક ડો. વિશાલ પંડ્યા

સમગ્ર ભારતમાં બનેલી વિવિધ રાજ્યોમાં બનેલ શોર્ટ ફિલ્મની પસંદગી કરાઈ
ડો.વિશાલ પંડ્યા લિખિત આ શોર્ટ ફિલ્મમાં બે યુવાનો એક અજાણ્યા સ્થળે મુલાકાત થાય છે. અને ત્યારબાદ જે સંવાદ સર્જાઈ છે અને જીવન જીવવાની દિશા અને સુચન ઉપર આધારિત આ શોર્ટ ફિલ્મ છે. મુંબઈની જાણીતી સંસ્થા શોર્ટેડ ઇન્ડિયા પ્લેટફોર્મ દ્વારા સમગ્ર ભારતમાં બનેલી વિવિધ રાજ્યોમાં બનેલ શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવે છે. આ શોર્ટ ફિલ્મમાં ભારતના નામાંકિત કલાકારો અને પ્રખ્યાત લેખક દ્વારા બનાવેલ શોર્ટ ફિલ્મમાં અભિનય કરતા હોય છે.

ફિલ્મનું શુટિંગ નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શુટિંગ નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ફિલ્મના શુટિંગ માટે જગ્યા ફાળવવા માટે આ ફિલ્મની સમગ્ર ટીમે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાનો આભાર માન્યો હતો.

ભાવનગરના કલાકારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે
ભાવનગરમાંથી શોર્ટ ફિલ્મની પસંદગી થતા ભાવનગરના કલાકારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ ફિલ્મમાં સ્વાતી રાવલ અને નયન જોષી તથા મેહુલ ભટ્ટએ અભિનય આપ્યો છે અને સહ લેખક તરીકે જસ્મીન ભટ્ટે સેવા આપી છે. જયારે સિનેમેટોગ્રાફી શેખર ઠક્કર અને અંકુલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...