શિબિર:ભાવનગરમાં દિપક ચોક સ્થિત શાળા ખાતે શિશુ કિશોર-કાવ્ય શિબિર યોજાઈ, 100થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોના પ્રશિક્ષકો એ કલાસ લઈ અભ્યાસની વ્યાખ્યા નવીનતમ રીતે કેવી રીતે રજૂ કરી શકાય એ બાબતની ચર્ચા કરી

ભાવનગરના દિપક ચોક સ્થિત શાળા ખાતે "શિશુ કિશોર-કાવ્ય" શિબિર યોજાઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી કે.આર દોશી ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શિશુ કિશોર કાવ્ય શિબિરનું આયોજન શહેરમાં કરવામાં આવ્યું હતું. સમાજ ઘડતરનો પાયો નિર્માણ કરતાં શિક્ષકો માટે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોને રાજ્ય ના જાણીતા પ્રશિક્ષકો કવિઓ તથા વાર્તાકારોએ પ્રશિક્ષિત કર્યાં હતાં.

આજના આધુનિક યુગમાં શાળા-કોલેજો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી ઓને આપવામાં આવતા એજ્યુકેશનમાં જે મેથડ- પધ્ધતિ મોજુદ છે તેને સમય સમયાંતરે અપગ્રેડ કરવી અનિવાર્ય છે અને આ પધ્ધતિને ખૂબ સુંદર રીતે અપગ્રેડ કરવાનો ઉમદા પ્રયાસ ભાવનગરના આંગણે કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ પ્રદાન કરતાં શિક્ષકોના પ્રશિક્ષકો એ કલાસ લઈ અભ્યાસની વ્યાખ્યા નવીનતમ રીતે કેવી રીતે રજૂ કરી શકાય એ બાબતની શિબિર યોજાઈ હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના સહકારથી કે આર દોશી ટ્રસ્ટ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શહેરના દિપકચોક માં આવેલી શાળાનં-19 ખાતે શિશુ કિશોર-કાવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય કાર્ય શિબિરમાં 100થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ શિક્ષકોને પ્રશિક્ષણ આપવા માટે જિતુ ત્રિવેદી શિબિર પ્રશિક્ષક પહ્મશ્રી વિષ્ણુ પંડ્યા-અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી વિરૂ પુરોહિત કવિ રીના ફતનાણી ભાવનગર અજય ઓઝા વાર્તાકાર નટવર વ્યાસ કવિ ડો.જયેન્દ્રસિંહ જાદવ ગુજ.સા.એકદમી અમર આચાર્ય પ્રમુખ કે આર દોશી ટ્રસ્ટ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં ગઝલકાર ગઝલછંદ નિષ્ણાંત બાળ સાહિત્ય અને ઉત્તમ પ્રુફ રીડર એ પણ સેવા આપી હતી. આ શિબિરમાં બાળકોને માતૃભાષા અને શિક્ષણ સાથે જોડવાનો અભિનવ પ્રયોગ બાળ કાવ્યોની રચના રજૂઆત સાથે સરળ સમજૂતીનું શિક્ષણ-વક્તવ્ય આપવા સાથે વ્હાલરડાં જેમ બાળકને જગાડવા જાંગરડાનો વિચાર-પ્રયોગની તરફેણ સાથે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ સરળ અને મૌલિક બને એ વિષય ઉપર ખાસ ભાર મુકવા તજજ્ઞો એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...