3 માસ મુશ્કેલી રહેશે:શિપબ્રેકિંગનો ઉદ્યોગ ભંગાણ ભણી મંદીની બાહુપાશમાં ઝકડાયુ અલંગ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા 45 દિવસમાં અલંગમાં માત્ર 9 જહાજ ભંગાણાર્થે પહોંચ્યા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજની ભારે તંગી

સતત તડકા-છાંયડાનો સામનો કરી રહેલા અલંગનો શિપ રીસાયકલિંગ વ્યવસાય મંદીની બાહુપાશમાં જકડાઇ ગયો છે. એક તરફ સ્થાનિક માર્કેટમાં ભારે નરમાઇ જોવા મળી રહી છે, અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાનું સતત અવમુલ્યન થઇ રહ્યું છે તેના કારણે સંકટ વધુ પ્રગાઢ બન્યુ છે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં છેલ્લા બે માસથી સતત નરમાઇ જોવા મળી રહી છે, અને તેના કારણે છેલ્લા 45 દિવસમાં માત્ર 9 જહાજ જ ભાંગવા માટી આવી શક્યા છે. સામાન્ય દિવસોમાં અલંગમાં સરેરાશ 25 જહાજ પ્રતિ માસ ભંગાવવા માટે આવતા હતા તેની સામે હાલ જુલાઇના પ્રથમ 13 દિવસ દરમિયાન માત્ર 1 જહાજ આવી શક્યુ છે.

શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના જોઇન્ટ સેક્રેટરી હરેશભાઇ પરમારના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક માર્કેટની અનિશ્ચિતતા, ક્રુડની ઇન્ટરનેશનલ માર્કેટ સારી હોવાથી નૂર દર સારા મળી રહ્યા છે અને તેના કારણે સામાન્ય મરામત કરાવીને માલીકો જહાજ ચલાવી રહ્યા છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજો વેચાણાર્થે આવી રહ્યા નથી.

હાલ જુદા જુદા પ્રકારના એટલે કે, ઓઇલ ટેન્કર, બલ્કર, કન્ટેનર, ક્રુડ કેરિયર જેવા જહાજોના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 550થી 600 ડોલર પ્રતિ એલડીટી થઇ ગયા છે, અગાઉની સરખામણીએ ભાવ ઘટ્યા છે, પરંતુ જહાજના માલીકો ઘટેલા ભાવથી જહાજ વેચવા માટે તૈયાર નથી અને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ જહાજની પણ ભારે તંગી પ્રવર્તિ રહી છે. અલંગમાં પણ શિપબ્રેકરો જે જુના જહાજો છે તેને ભાંગવામાં વ્યસ્ત છે, પરંતુ નવી ખરીદી પર બ્રેક લાગી છે.

અન્ય સમાચારો પણ છે...