તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોદા ધીમા પડ્યા:વર્ષ 2008 પછી અલંગમાં શિપના ભાવ આસમાને

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશ, પાકિસ્તાનના ઉદ્યોગકારો ભારતથી વધુ ભાવે ખરીદી કરે છે

કોરોનાથી સૌથી વધુ શિપિંગ ઉદ્યોગ પ્રભાવિત થયો હતો. ચાલુ સપ્તાહથી ક્રુઝ શિપના પરિવહન સમગ્ર વિશ્વમાં શરૂ થઇ ચૂક્યા છે, જ્યારે માલ પરિવહન તો ઘણા સમયથી જળમાર્ગે શરૂ થયેલું છે. સમયાવધિ સમાપ્ત થઇ જતા જહાજોને તેના માલીકો ડીમોલિશન (ભાંગવા) માટે વેચી દેતા હોય છે. આંતરરાષ્ટ્રીય ડીમોલિશન શિપ માર્કેટમાં જહાજના ભાવ આસમાને પહોંચ્યા છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વ્યવસાયકારો છેલ્લા બે મહિનાથી કોરોનાને કારણે ઓક્સિજનનો પુરવઠો મેડિકલ ક્ષેત્રે વાળવામાં આવ્યા બાદ જહાજ ભાંગવાના કામ લગભગ બંધ જેવા જ હતા. આવી પરિસ્થિતિથી પરપ્રાંતિય કામદારો પોતાના વતન જતા રહ્યા છે.

હાલ 3000 જેટલા કામદારો જ અલંગમાં મોજુદ છે જે 70 જેટલા જહાજો ભાંગવાના કામ માટે અપર્યાપ્ત ગણી શકાય.શિપબ્રેકિંગ વ્યવસાય હજુ તો કામદારોની તંગીને કારણે જજુમી રહ્યો છે ત્યારંે શિપબ્રેકરોના ભાગે વધુ એક ચિંતા આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજના ભાવ આસમાને પહોંચ્યા છે. વર્ષ 2008 પછી સૌથી મોંઘા જહાજ અત્યારની માર્કેટમાં મુકવામાં આવી રહ્યા છે. અલંગમાં કન્ટેનર જહાજ 580 ડોલર પ્રતિ એલડીટીના ભાવથી ઓફર કરવામાં આવી રહ્યા છે. જો કે આટલા વધી ગયેલા ભાવથી માત્ર 1-2 જહાજના જ સોદા પડ્યા છે.

શિપબ્રોકિંગ અને શિપબ્રેકિંગ ક્ષેત્રે સંકળાયેલા એસ.એમ.શાહના મતે ભારતથી વધુ ભાવ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શિપબ્રેકરો આપી રહ્યા છે. આ બંને દેશોમાં જહાજની સારી માંગ છે. અલંગમાં હવે ઓક્સિજનનો પુરવઠો પૂર્વવત્ થઇ રહ્યો છે ત્યાં કામદારોની તંગી વર્તાઇ રહી છે.અલંગથી 15-20 ડોલર વધુ ભાવ પડોશી દેશોના ઉદ્યોગકારો ઓફર કરી રહ્યા છે. સારા, નોન ફેરસની નોંધપાત્ર માત્રા ધરાવતા જહાજોની ડીમાન્ડ ભારતમાં છે.બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં કોરોના બાદની પરિસ્થિતિ સુધરતી જતી હોવાથી ત્યાં શિપબ્રેકિંગ વ્યવસાય પુરજોશમાં ખીલશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ બંને દેશોમાં સ્ટીલ માટે કાચા માલ તરીકે સ્ક્રેપમાં મોટો આધાર જહાજો ભાંગવાના વ્યવસાય પર રાખવામાં આવે છે. તેથી ત્યાં સ્થાનિક માર્કેટમાં સ્ક્રેપના ભાવ પણ પોષણક્ષમ મળી રહે છે અને તેથી તેઓ ભારતથી વધુ ભાવે જહાજ ખરીદવાની હિંમત કરી શકે છે.અલંગમાં કોરોના બાદની પરિસ્થિતિ સુધરે છે, મે મહિનામાં ધીમી છતા મક્કમ ગતિએ 23 જહાજો અાવ્યા હતા અને હાલ 70 જેટલા પ્લોટમાં જહાજ મોજુદ છે. કામદારોની સમસ્યા હળવી બનશે ત્યારે ઉત્પાદન પણ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...