તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઘોઘા દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ થાય તે પૂર્વે શિપ ગરૂડ ગ્રાઉન્ડ થઈ ગયું

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘા ફેરી ટર્નિંગ સર્કલ નજીક જહાજ ગરૂડ સાથે બનેલી દૂર્ઘટના

ઘોઘા અને હજીરા વચ્ચે સફળતાપૂર્વક ચાલી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ બાદ સરકાર દ્વારા ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાની યોજના ચાલુ છે. આ યોજના તળે લાગુ કરવામાં આવનાર જહાજ ઘોઘા નજીક ગ્રાઉન્ડ થઈ જતા દોડધામ મચી ગઇ હતી.દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત 137 મુસાફરોની ક્ષમતા વાળુ જહાજ ગરુડ ઘોઘા ખાતે આવી પહોંચ્યું હતું.

ઘોઘા અને દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવા માટે ગરુડ જહાજ લાવવામાં આવ્યું છે. આ ગરુડ જહાજ ઘોઘાથી દહેજ વચ્ચેની ટ્રાયલ રન સોમવારે કરવાનું હતું અને તેના માટે ઘોઘા ફેરી સર્વિસ પોન્ટૂન ખાતેથી નીકળ્યું હતું. નીકળતાની સાથે થોડે દૂર ઘોઘાના ટર્નિંગ સર્કલ નજીક જહાજ ગરુડ ગ્રાઉન્ડ થઈ ગયું હતું. બાદમાં મોડી સાંજ સુધી આ જહાજની ટોઈંગ કરી અને પરત લાવવા માટેની કોશિશ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો