શિલ્ડ હરિફાઇ:જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે યોજાશે શિલ્ડ એનાયત સમારોહ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020-21ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામ કરનાર પગારદાર કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ માટેની યોજાયેલ શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવા માટેની હરિફાઇ ભાવનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે યોજાઇ હતી.

આ સ્પર્ધામાં 10 મંડળીઓ જોડાઇ હતી.ભાગ લેનાર મંડળીઓ પૈકી પ્રથમ સ્થાને મહુવા તાલુકા પંચાયત શિક્ષક શરાફી સહકારી મંડળી,મહુવાને પ્રભાવક શિલ્ડ અને પ્રશસ્તીપત્ર,દ્વિતિય સ્થાને ભાવનગર શિક્ષક નાણા ધીરનારી શરાફી સહકારી મંડળી લિ.ને આકર્ષક શિલ્ડ અને પ્રશસ્તીપત્ર તેમજ તૃતિય સ્થાને આવનાર ભાવનગર તાલુકા પ્રાથમીક શિક્ષક શરાફી સહકારી મંડળી લિ.ને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવાની જાહેરાત કરાઇ હતી.આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં ભાવનગર શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આ ત્રણ વિજેતા જાહેર થયેલ મંડળીઓ અને તેના હોદેદારોનો શિલ્ડ એનાયત સન્માન સમારોહ જિલ્લા સંઘના પ્રમુખ જયવંતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

અન્ય સમાચારો પણ છે...