હરખની હેલી:ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીડેમમાં નવા નીરની ભરપૂર આવક, ડેમની સપાટી 24.10 ફૂટે પહોંચી

ભાવનગર3 મહિનો પહેલા
  • ડેમમાં 12,385 ક્યુસેક પાણીની આવક, ડેમ હાલ 50 ટકાથી વધુ ભરાયો

સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમનો શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે 12,385 ક્યુસેક પાણીની આવક હાલ ડેમમાં શરૂ છે જ્યારે તેની સપાટી 24.10 ફૂટે પહોંચી છે. હાલમાં શેત્રુંજી ડેમ 50 ટકાથી વધારે ભરાયેલો છે.

જિલ્લામાં કુલ 12 જેટલાં નાના-મોટા ડેમો
શેત્રુંજી ડેમ સહિત જિલ્લામાં કુલ 12 જેટલાં નાના-મોટા ડેમો આવેલાં છે. હાલમાં મોટાભાગના ડેમમાં પાણીની આવક શરૂ છે. જેને પગલે ચોમાસા દરમિયાન તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થશે. ચોમાસાના પ્રથમ બે સપ્તાહ દરમ્યાન મંદ ગતિએ પાણીની આવક અકબંધ રહી છે.
ડેમની ભયજનક સપાટી 57.68 ફૂટ છે
આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતું કે, ગુરુવાર સવારથી જ શેત્રુંજી ડેમમાં પાણીની આવક અવિરીત શરૂ રહી છે. સવારમાં 8117 ક્યુસેક પાણીની આવક શરૂ હતી અને સપાટી 24.6 ફૂટે પહોંચી હતી. જ્યારે બપોરે સુધીમાં 12,385 ક્યુસેક પાણીની આવક શરૂ હતી. જેના કારણે ડેમની સપાટી 24.10 ફૂટે પહોંચી હતી. શેત્રુંજી ડેમની ઓવરફ્લો થવાની સપાટી 55.53 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 57.68 ફૂટ છે, કરંન્ટ સમાચાર મુજબ 12,385 ક્યુસેક પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવાં નીરની આવક
ભાવનગર શહેરમાં આવેલો ઐતિહાસિક ગૌરીશંકર સરોવર સહિત જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તથા તાલુકાના ગામડાઓમાં આવેલા નાનાં મોટાં ડેમો જળાશયોમાં હાલમાં ઉપરવાસમાં થઈ રહેલા સારા વરસાદને પગલે નવાં નીરની આવક અવિરતપણે શરૂ છે. પરિણામે તંત્ર તથા આમજનતામાં રાહતની લાગણી પ્રસરી છે.

જળાશયોમાં વરસાદ

જળાશયવરસાદ
શેત્રુંજી ડેમ10 મી.મી.
રજાવળ ડેમ25 મી.મી.
ખારો ડેમ15 મી.મી.
માલણ ડેમ61 મી.મી.
લાખણકા ડેમ08 મી.મી.
હમીરપરા ડેમ22 મી.મી.
હણોલ ડેમ05 મી.મી.
પિંગળીડેમ09 મી.મી.
બગડ ડેમ05 મી.મી.
રોજકી ડેમ38 મી.મી.
જસપરા ડેમ06 મી.મી.

ગુરૂવાર સાંજ સુધીનો વરસાદ

ખોડિયાર 80 % ભરાયો, બગડ ઓવરફ્લો
ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલો ખોડિયાર ડેમ 80.42 ટકા ભરાઈ ગયો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાંસા, જૂના ગુજરડા, મનાજી, રાણીગામ, સતાપડા, પાલિતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાલીલા, જીવાપર, રાણપરડા અને રોહિશાળા સહિતના ગામોમાં તેની અસર થઈ શકે તેમ છે, આ સ્થિતિએ ડેમમાં 5787 ક્યૂસેક પાણીની આવક હોવાથી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ છે. છેલ્લા કેટલાક દિવસની જેમ આજે પણ બગડ ડેમ છલકાયેલો રહ્યો હતો આ ડેમમાં 211 ક્યૂસેક પાણીની આવક અને જાવક શરૂ હતી.

ડેમમાં પાણીની આવક

ડેમઆવક
શેત્રુંજી ડેમ12385 ક્યૂસેક
ખારો ડેમ272 ક્યૂસેક
માલણ ડેમ2161 ક્યૂસેક
બગડ ડેમ211 ક્યૂસેક
રોજકી ડેમ870 ક્યૂસેક
કાળુભાર ડેમ60 ક્યૂસેક
રંઘોળા ડેમ356 ક્યૂસેક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...