શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો:પાલિતાણાના શેત્રુંજી છેલ્લા બે દિવસથી સતત પાણીની આવક, 30.11 ફૂટે પહોંચી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ છે. જ્થી ડેમની સપાટી વધીને 30.11 ફૂટ પહોંચી છે. સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે. શેત્રુંજી ડેમ 80 ટકા કરતા વધારે ભરાય ગયો છે.

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવા નીર આવક
ઉપરવાસમા જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલ ધારી ખોડીયાર ડેમ ભરાય ગયો છે તેના કારણે બે દિવસથી શેત્રુંજી ડેમ ખાતે પાણીની આવક શરૂ થઈ હતી. જેને લઈને શેત્રુંજી ડેમની સપાટીમા ફરી એક વાર વધારો થયો છે અને હાલ 807 ક્યૂસેક્ પાણીનો પ્રવાહ શરૂ છે. જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે, જેને લઈને ભાવનગરવાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

શેત્રુંજી ડેમની સપાટી 30.11 ફૂટે પહોંચી
આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારથી જ શેત્રુંજી ડેમમાં પાણીની આવત અવિરીત શરૂ રહી છે. રવિવારે સવારે 807 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ હતી. ત્યારબાદ પાણીની આવક વધતા 2030 ક્યૂસેક પાણીની આવક થઈ હતી. રવિવારે મોડીરાત્રેથી ડેમમાં 4181 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ હતી. જે સોમવારે સવારથી સતત પાણીની આવક શરૂ રહેતા 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ હતી અને જ્યારે હાલ અત્યારે 807 ક્યૂસેક પાણીની આવક શરૂ છે. જેના કારણે ડેમની સપાટી 30.11 ફૂટે પહોંચી હતી. કરંન્ટ સમાચાર મુજબ 807 ક્યૂસેક પાણીનો ધીમો પ્રવાહ અવિરત પણે શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...