શાળાની સુવિધામાં વધારો:પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી સરકારી શાળામાં શેત્રુંજય યુવક મંડળ દ્વારા રૂપિયા ત્રણ લાખની સાધન સહાય

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોજન માટે લાકડાની બેંચ, શૈક્ષણિક કીટ સહિતનું દાન કરાયું

પાલીતાણા ખાતે શેત્રુંજ્ય યુવક મંડળ હસ્તક સરકારી શાળાને રૂપિયા ત્રણ લાખનું દાન આપવામાં આવ્યું છે. પાલીતાણા ખાતે જૈન યુવક મંડળના સહયોગથી બાળકો છાયામાં બેસી મધ્યાહન ભોજન કરી શકે તે માટે અને ગુરુકુલ પ્રથા મુજબ શિક્ષણ મેળવે તેવા ઉમદા હેતુથી લાકડાની બેંચ અને ગાદી મળી કુલ રૂપિયા 3 લાખનું દાન કરવામાં આવ્યું છે. જેથી પાલીતણાની ઝવેરચંદ મેઘાણી સરકારી પ્રાથમિક શાળામાં સુવિધાનો વધારો થયો હતો.

નાની બાલિકાઓનાં હસ્તે આ શેડનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે જૈન સાધુ ભગવંતોની ઉપસ્થિતિમાં આશીર્વચન આપવામાં આવ્યું હતું. બ્લોચ સમાજના પ્રમુખ મુન્નાભાઈ દ્વારા બાળકોને વાંચન કીટ પણ આપવામાં આવી હતી. આપા કન્ટ્રકશન દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ રીતે ભોજન અને ભજન શેડની વિશેષતા સાથે પ્રેમ અને કરુણાની પ્રતિજ્ઞા પણ કંડારવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણી શાળા એ પાલીતાણાના ખુબજ ગરીબ અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા વિસ્તારમાં આવેલી શાળા છે ત્યારે આવું ઉમદા દાન એ શાળા અને શાળાના બાળકોના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. જીવ હિંસા તેમજ દરેક ધર્મનો સાર સમજાવી માનવ કલ્યાણનો સંદેશો પણ આપવામાં આવ્યો છે. જૈન યુવક મંડળ હાલ પાલીતાણા માટે નશા મુક્તિ અને હિંસા મુક્તિના કાર્યો પણ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...