તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ભાવનગર ખાતે સૌપ્રથમ વાર મહિલાઓ માટે SHE TEAMનું ઓપનિંગ આઈ.જી.પીના હસ્તે કરાયું

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર એસપી કચેરી ખાતે પોલીસ શી-ટીમનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને એસપી કચેરી પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, જી.આર.ડી, હોમગાર્ડ સહિતના જવાનોની સારી કામગીરી બધા સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રને શી-ટીમ ની રચના કરવા માટે સુચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ભાવનગરમાં પણ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં શી-ટીમને લોન્ચ કરવામાં આવી હતી. આ શી-ટીમ ભાવનગર શહેરના દરેક પોલીસ મથકમાં કાર્યરત કરવામાં આવશે. અને આ ટીમ દ્વારા પોલીસ તંત્રની વિવિધ વિભાગોને મદદરૂપ બની શકશે. જેમાં ખાસ કરીને ભ્રુણ હત્યાં કે તરછોડી દીધેલા બાળકો અંગેના ગુન્હા, મહિલાઓ અને શાળા કોલેજ જતી દીકરીઓ અંગેની મુશ્કેલી સહીતના ગુનાઓમાં મદદરૂપ બનશે.

આ સાથે જ કોરોના દરમિયાન છેલ્લા એક વર્ષમાં જે પ્રકારે પોલીસ તંત્રને તેની સાથે સંકળાયેલા વિભાગના કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવી છે. તે તમામ પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં ડીએસપી કચેરી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ જી.આર.ડી અને હોમગાર્ડ જવાનો તેમજ પોલીસ પરિવારના લોકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાવનગરના રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક સફીન હસન તેમજ તમામ ડિવિઝનના પી.આઈ, પી.એસ.આઈ, પોલીસ કર્મીઓ અને પોલીસ પરિવારના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...