તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમની કામગીરી:ભાવનગરમાં દિવ્યાંગ દીકરીને એકલી ન મુકવા ઉકરડા જેવા રૂમમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં પુરી રાખી હતી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 10 વર્ષથી બંધ રાખેલી દિવ્યાંગ યુવતીને મુક્ત કરાવી
  • અભયમની ટીમે યુવતીને બહાર કાઢી કાઉન્સીલિંગ કરી માતા-પિતાને સમજાવ્યા

શારિરીક અને માનસિક દિવ્યાંગ દિકરીને છેલ્લા 10 વર્ષની ઉકરડા જેવી ઓરડીમાં પુરી રાખેલી હાલતમાંથી અભયમની ટીમે છોડાવી તેના માતા-પિતાને દિકરીને આવી રીતે નહી રાખવા કાયદાકિય સમજ આપી હતી. ત‌ળાજાના એક ગામમાં દિકરીના પિતાએ તેની 25 વર્ષની દિવ્યાંગ દિકરીને છેલ્લા 10 વર્ષથી રૂમમાં પુરીને રાખેલી છે અને જમવાનું પણ આપતા નથી તેવો કોલ ભાવનગર અભયમની ટીમને આવતા અભયમની ટીમે ત્યાં પહોંચી દિકરીના માતા-પિતાને તાળું ખોલવા જણાવ્યુ પરંતુ માતા પિતાએ આનાકાની કરતા ટીમ દ્વારા કાયદાકિય માહિતી આપતા માતા-પિતાએ બારણું ખોલ્યું ત્યારે ટીમ સામે જે રૂંવાડા ઉભા કરી દે તેવું દ્રશ્ય સામે હતું.

શારિરીક અને માનસિક વિકલાંગ દિકરીને ઉકરડા જેવા રૂમમાં કે જ્યાં સામાન્ય માણસ ઉભો રહી ના શકે તેવા રૂમમાં છેલ્લા 8 થી 10 વર્ષથી પુરી રાખી હતી. અભયમની ટીમના કાઉન્સેલર હેતલબેન શેઠ, કોન્સ્ટેબલ પુરણબા અને પાયલોટ જયદીપભાઈ દ્વારા દિકરીને બહાર લાવી જમાડી પરિવારનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતુ કે, બાળપણમાં દિકરીને રમાડતી વખતે પડી જતાં તે શારિરીક રીતે વિકલાંગ બની હતી અને દીવ્યાંગ દીકરીની આવી હાલતથી ચિંતિત માતા-પિતાએ દીકરીને આવી રીતે રાખી હતી.

વધુમાં દીકરીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, અમે જ્યારે ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ દિકરીની જાતને એકલી કેમ મુકવી અને જો એકલી મુકી હોય અને તેની સાથે કંઈ અઘટિત બને તેના ડરથી અમે તેને પુરી રાખતા હતા.

વાડી વિસ્તારમાં રહેતા આ પરિવારને ગામ લોકો કે પરિવારજનો સાથે ઓછો વ્યવહાર હતો. અભયમની ટીમે દીકરીના માતા-પિતાને દિવ્યાંગ દિકરીને આવી રીતે નહિ રાખી ખુલ્લા વાતાવરણમાં રાખવા જણાવ્યું હતું. તેમાં દીકરીનું ધ્યાન રાખવા માટે જરૂરી સલાહ-સૂચન આપ્યા હતા.

શ્રમિકની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ભાવનગર એસ.ટી. ડેપોએ એક 13 વર્ષની દિકરી બપોરની બેસી હોવાનો અભયમને કોલ આવતા અભયમની ટીમે બસ સ્ટોપ પર પહોંચી દિકરીનું કાઉન્સીલિંગ કરવામાં આવેલ અને પુછપરછમાં આ દિકરી મહુવાથી ભાવનગર બસમાં બેસી અહીં ઉતરી ગઈ હતી. મુળ દાહોદ વતન ધરાવતી બાળકી પિતા સાથે મહુવા ભાદ્રોડ ચોકડી પાસે ગેસ પાઈપલાઈનના ખોદકામ માટે આવેલા હતી. જે બાદ મહુવા પોલીસનો સંપર્ક કરી બાળકીને તેના પિતા સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...