તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લુઝિવ:શત્રુંજય મહાતીર્થ, જય તળેટીથી યાત્રાનો થાય છે આરંભ....

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શત્રુંજ્ય ગિરીરાજ પર દેવોની સભા મળી હોય એ રીતે અસંખ્ય દેરાસર

બે પુણ્ય યાત્રા : પાલિતાણામાં દર વર્ષે બે વખત દેશ વિદેશથી જૈન તિર્થયાત્રીઓનો સમુદાય દર્શનાર્થે આવે છે. જેમાં કારતક માસની પૂનમ અને ફાગણ સુદ તેરસનો સમાવેશ થાય છે. જ્યારે હજારો જૈન ભાવક-ભાવિકો શત્રુંજય તિર્થ પર દેરાસરોમાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણે છે.

  • પાલિતાણાના સાડા સાત માઇલનો ઘેરાવો ધરાવતા શત્રુંજય ગિરીરાજ પર કુલ 11,094 પ્રભુની મૂર્તિઓ બિરાજમાન છે.
  • શત્રુંજય પર્વત પર 665 ધાતુ પ્રતિમા અને 8,961 પાદુકાઓના દર્શન થાય છે
  • 1900 ફૂટની ઉંચાઇ ધરાવતા આ ગિરિરાજની ટોચે પહોંચવા માટે ભાવિકોને કુલ 3,745 પગથિયાં ચડવા પડે છે.

જગવિખ્યાત જૈન તીર્થધામ પાલિતાણામાં શત્રુંજય પર્વત પર નાના મોટા 815 જેટલા દેરાસર આવેલાં છે. પ્રાચિનકાળથી આ પર્વતની યાત્રા અત્યંત મોક્ષદાયી ગણાય છે. આ પર્વત પર ઘુમ્મટવાળા મંદિરો જાણે દેવોની સભા મળી હોય તેવું અલૌકિક દ્રશ્ય સર્જે છે.

પ્રથમ જૈન તીર્થંકર આદિશ્વર ભગવાનના પુનિત સ્મરણો આ શત્રુંજય તીર્થ સાથે આદિકાળથી સંકળાયેલા છે
જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણા અતિ પ્રાચીન નગરી છે. જૈનાચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલિતાણાના નામે જગવિખ્યાત છે. પ્રથમ જૈન તીર્થકંર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વર ભગવાનના પુનિત સ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. શત્રુંજ્ય ગિરીરાજ ઉપર ચડવામાટે જય તળેટી આવે છે જ્યાંથી યાત્રાનો આરંભ થાય છે.

પર્વત પર ચડવાના પગથીયાનો રસ્તો 13મી સદીમાં પથ્થરો ગોઠવીને પ્રસિદ્ધ જૈન મંત્રી તેજપાલે કરાવ્યો હતો. હાલમાં જે માર્ગ છે તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તૈયાર કરાવ્યો છે. 1900 ફૂટની ઉંચાઇ ધરાવતા અને સાડા સાત માઇલનો ઘેરાવો ધરાવતા આ ગિરીરાજમાં ભગવાન આદિનાથજીના દર્શન સુધી પહોંચવા માટે 3,745 પગથીયા ચડવાના થાય છેે.

આ પર્વત ઉપર નાની 815 દેરી આવેલી છે તો મોટા દેરાસર ડુંગર પર 105 દેરા છે. કુલ 11,094 પાષાણ એટલે કે પથ્થરની મૂર્તિ શત્રુંજ્ય પર્વત પર છે. ધાતુ પ્રતિમા 665 છે તો પાદુકાની સંખ્યા 8,961 છે.

શત્રુંજ્ય ગિરીરાજ ચડવા માટે ભગવાન આદિશ્વરની ટૂંક પર જતો માર્ગ મુખ્ય માર્ગ છે. જ્યારે બીજો માર્ગ નવ ટૂંક થઇને જાય છે. પ્રાચીન કાળથી યાત્રા સંઘો નવ ટુંકના માર્ગ થઇને જાય છે. વૃદ્ધો, અશક્તો, રોગી "માટે ચડાણ માટે ભાડેથી ડોલી' પણ મળે છે.

આ પર્વત પર ઘુમ્મટ અને શિખરોવાળા અસંખ્ય મંદિરો જાણે દેવોની સભા મળી હોય તેવું દ્રશ્ય સર્જે છે. સમવસરણ મંદિર ખાસ દર્શનીય છે અને 108 તીર્થોના દર્શનનો અને ભાવપૂજનનો લાભ આપે છે. તો મણિભદ્રવીરનું મંદિર પણ ભાવિકોમાં શ્રદ્ધા જગાવે છે. તલ આદિશ્વર ભગવાનનું મંદિર આ ગિરીરાજ પરના તમામ મંદિરોમાં મુખ્ય છે.

અન્ય સમાચારો પણ છે...