શરદ પૂનમની ઉજવણી:ઉંધીયુ અને દહીંવડાની જ્યાફત સાથે આજે કરાશે શરદ પૂનમની ઉજવણી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ સહિતના સ્થળોએ નગરજનોની ભીડ ઉમટશે

આ વર્ષે હવે જ્યારે ભાવનગરમાં કોરોના મહામારીનું શમન થઇ ગયું છે અને સ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવતી જાય છે ત્યારે દશેરા બાદ શરદ પૂનમ ક્યા દિવસે ઉજવવી તે અંગે દ્વિધા પ્રવર્તી હતી ત્યારે ત્યારે આવતી કાલ તા.20 ઓક્ટોબરને બુધવારે રાત્રિના ભાગે પૂનમ હોય વ્રતની પૂનમ બુધવારે ઉજવાશે અને સાથોસાથ તા.20 ઓક્ટોબરને બુધવારે જ ભાવનગરમાં મીઠાઇ ફરસાણવાળા શરદ પૂનમ નિમિત્તે ઉંધિયુ, દહિંવડા, ગુલાબ જાંબુ વિ. વાનગી બનાવવાનો નિર્ણય કર્યો હોય ભાવનગરમાં ધર્મપ્રેમીઓની સાથે સ્વાદશોખીનો પણ બુધવારે ચટાકેદાર ઉંધિયુ , દહીંવડા અને ગુલાબજાંબુ સાથેની પૂનમ ઉજવશે. તો બોરતળાવ સહિતના સ્થળોએ રાત્રે નગરજનોની ભીડ ઉમટશે.

આ વર્ષે પણ ગત વર્ષની જેમ બે પૂનમ અંગે ચર્ચાઓ હતી પણ આખરે આજે સ્પષ્ટ થઇ ગયું છે કે બુધવારે જ શાસ્ત્રોક્ત રીતે પૂનમ વ્રતની પૂનમ છે અને સાથે ભાવનગરમાં મીઠાઇ ફરસાણના વેપારીઓ પણ બુધવારે જ પૂનમ નિમિત્તે ઉંધીયુ -દહિંવડા વેચવાના હોય દ્ધિધા ખત્મ થઇ ગઇ છે.

આજે દૂધ પૌવા આરોગવાથી શરીરમાં પિત્તનું શમન
તા.20 ઓક્ટોબરને બુધવારે શરદપૂનમની રઢિયાળી રાત્રે પૂર્ણ ખિલેલી ચાંદનીના કિરણોથી ઠંડા થયેલા દૂધ-પૌવા ખાવાની પરંપરા પણ ભાવેણા ભુલશે નહી. બુધવારે રાત્રે ઘરની અગાશી કે ધાબા પર મોડી સાંજથી ચાંદનીમાં ઠંડા કરાયેલા દૂધ પૌવા આરોગશે. કારણ કે દૂધ પૌવા શ્રેષ્ઠ પિત્તનાશક ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...