તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સમગ્ર સૌરાષ્ટ્રમાં શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજે પ્રથમ ક્રમ મેળવ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • S.S. ઇજનેરી કોલેજે રેટિંગમાં થ્રી-સ્ટાર મેળવ્યા
  • ઓવરઓલ રેટિંગમાં ભાવનગરની GECને ટૂ-સ્ટાર મળ્યા

ગુજરાત રાજ્યમાં જુદી જુદી યુનિ. તેમજ કોલેજોમાં શૈક્ષણિક, સંશોધન, પ્લેસમેન્ટ, પ્રોફેશનલ પ્રેક્ટિસ તેમજ અન્ય માળખાગત સુવિધાઓના રેટિંગ માટે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમ વર્ક (જીએસઆઇઆરએફ)ની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્યભરની જુદી જુદી ઇજનેરી કોલેજોમાં ગુણવત્તા મુજબ રેટિંગ જાહેર કરાયા છે જે મુજબ ભાવનગરની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજે થ્રી-સ્ટાર મેળવી રાજ્યભરની સરકારી એન્જીનીયરીંગ કોલેજોમાં ચોથો ક્રમ અને તમામ એન્જિનિયરિંગ કોલેજોમાં રાજ્ય કક્ષાએ 14મો ક્રમ મેળવ્યો છે.

જયારે સમગ્ર સૌરાષ્ટ્રની સરકારી અને ખાનગી ઇજનેરી કોલેજોમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.જે ભાવનગરના શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે.ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં શૈક્ષણિક ગુણવત્તા આંતરમાળખાકીય સુવિધાઓ, સંશોધન કાર્ય, વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટની વ્યવસ્થા, પ્રોફેશનલ એટીટ્યુડ સહિતના ક્ષેત્રોને આવરી લઈને આ રેટિંગ અપાયા છે. જેમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજ ને કુલ સ્કોર 40.65 થયો છે. જ્યારે ઓવરઓલ CGPA 2.6 સાથે થ્રી સ્ટાર મેળવ્યા છે. સમગ્ર રાજ્યની તમામ ઇજનેરી કોલેજોમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજ 14 મો ક્રમ મેળવ્યો છે.

1983માં સ્થપાયેલી આ કોલેજે રાજયની 16 સરકારી કોલેજોમાં ચોથું સ્થાન અને સમગ્ર સૌરાષ્ટ્રની ખાનગી -સરકારી કોલેજોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેમ કોલેજના પ્રિ. ડો.એમ.જી.ભટ્ટે જણાવ્યું હતું ભાવનગરના વિદ્યાનગરમાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજે 2 સ્ટાર મેળવ્યા છે. ઓવરઓલ ઇજનેરી કોલેજોમાં 26 મો ક્રમ મેળવ્યો છે. કુલ 29.52ના સ્કોર સાથે આ કોલેજે 1.9 CGPA મેળવ્યા છે. આ રેટિંગમાં સરકારી ઇજનેરી કોલેજો સારો દેખાવ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...