તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધનાથી ઉત્તમ ફળ:શનિ વક્રી, પનોતીવાળાને આજે શનિદેવની સાધનાથી ઉત્તમ ફળ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • આજે તેલ, કાળા તલ, લોખંડ, ભેસ, કાળી ગાય, કાળા વસ્ત્રો, નીલમ, સીસું, કલાઈ અને અડદ જેવી વસ્તુનું દાન કરી શકાય

આવતીકાલ તા.6 ફેબ્રુઆરીને શનિવારે સાંજે સવા પાંચ વાગ્યા સુધી શનિ દેવ નું અનુરાધા નક્ષત્ર રહેવાનું છે. હાલમાં શનિ દેવ પોતાની મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. જે કોઈ જાતક ની જન્મ કુંડળીમાં શનિ વક્રી, અસ્ત, નિર્બળ(નીચ રાશિમાં) હોય તેમજ શનિ દેવ ની મહાદશા, અંતરદશા, સાડા સાતી (મોટી પનોતી), અઢી વર્ષ ની પનોતી (નાની પનોતી) ચાલતી હોય તેમની માટે શનિદેવને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે.

જાણીતા જ્યોતિષ પૂર્વીબેન જોષીના જણાવ્યા અનુસાર હાલમાં મિથુન અને તુલા રાશિ ને નાની પનોતી તેમજ ધન, મકર અને કુંભ રાશિના જાતકો ને સાડા સાતી ચાલતી હોઈ આજ નો દિવસ શનિ દેવ ની બની શકે તે રીતે આરાધના કરી તેમને પ્રસન્ન કરવાં નો ઉત્તમ યોગ બની રહ્યો છે.

શનિ ગ્રહ નું દાન તેલ, કાળા તલ, લોખંડ, ભેસ, કાળી ગાય, કાળા વસ્ત્રો,નીલમ સીસું, કલાઈ અડદ, કાળો ધાબળો, કમરકાકડી વગેરેનું દાન આપી શકાય.તેમને શાસ્ત્રોકત ઉપાયમાં શનિ દેવના મંત્ર, શનિ ચાલીસા, કાળી વસ્તુઓ નું દાન, હનુમાન ચાલીસા ના પાઠ કરવા, પીપળા નીચે સંધ્યા કાળે તેલનો દીવો કરવો, ગરીબ અને જરૂરીયાત મંદ ને દાન દક્ષિણા આપવી. જ્યોતિષીની સલાહ મુજબ નંગ પણ ધારણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો