તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ:ભાજપના સગાવાદે લાજ રાખી, ચૂંટણીમાં પૂર્વ સભ્યોના પરિવારજનોનો વિજય

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે આ વખતે ઉમેદવારોમાં નો રિપીટ થિયરી અપનાવી હતી પરંતુ સગાવાદને ડામી શક્યા ન હતા. ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યોના પરિવારજનો અને સંગઠનના હોદ્દેદારોને ટિકિટ આપી હતી. જોકે, ચૂંટણીમાં તેઓએ લાજ રાખી હતી અને વિજયી બન્યા હતા. સોનગઢ બેઠક પર જિલ્લા ભાજપના મહામંત્રી ભરતસિંહ ગોહિલ 2400 મતની લીડથી, પાટણ બેઠક પર દિલીપભાઈ શેટાનાં પત્ની મમતાબેન 4188 મતની લીડથી, સણોસરા બેઠક પર મૂળજીભાઈ મિયાણીના પત્ની રૈયાબેન 3659ની લીડથી અને ત્રાપજ બેઠક પર મહાસુખભાઈ ભટ્ટના ભાઈ રજનીકાંતભાઈ 4361 મતની લીડથી અને ઉમરાળા બેઠક પર રસીકભાઈ ભીંગરાડીયાના પત્ની મધુબેન 1180 મતની લીડથી વિજયી બન્યા હતા. ભાજપે એકમાત્ર ઘાંઘળી બેઠક પર મંગુબેન ચુડાસમાને રીપીટ કર્યા હતા તેઓ પણ 2500 મતની લીડથી વિજય બન્યા હતા. જ્યારે પૂર્વ સભ્ય કંચનબેન પંડ્યાના પતિ અને તળાજા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઇ પંડ્યા 764 મતે હાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...