તપાસ:SGSTને સિધ્ધાર્થ બ્રોન્ઝમાંથી કરોડોની ખોટી વેરાશાખ મળી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલારી જૂથની રોયલ એન્ટરપ્રાઇઝની તપાસ કરવામાં આવી

બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ સામે મેદાને પડેલા બંને જીએસટી વિભાગ દ્વારા ભાવનગરમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ભેજાબાજો શહેર છોડી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલારી જૂથ દ્વારા આપવામાં આવેલા બોગસ બિલ વડે કરોડોની વેરાશાખ લેનાર કંપની પણ જપટે ચડી છે. અને સ્થળ પરથી સ્ટેટ જીએસટી દ્વારા 3 લકઝરીયસ કાર જપ્ત કરવામાં આવી છે.

હાલારી જૂથ પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને અગાઉ સ્ટેટ જીએસટી તંત્રને મળેલી બાતમીના આધારે કોમ્પ્યુટર ડેટા ચેક કરવામાં આવતા હાલારી જૂથની રોયલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાંથી જે બોગસ બિલ ફાડવામાં આવ્યા હતા તેના આધારે મામસાની સિધ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટસ પ્રાયવેટ લિમિટેડ નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસજીએેસટી તંત્રને શરૂઆતના તબક્કામાં રૂપિયા ત્રણ કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું દસ્તાવેજી પુરાવામાં મળી આવ્યુ છે. અને રોયલ એન્ટરપ્રાઇઝ તથા સિધ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટસ પ્રાયવેટ લિમિટેડની વધુ તપાસ બારીકાઇથી કરવામાં આવી રહી છે, અને કરોડો રૂપિયાની ગેરરીતિ મળી આવવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ તપાસ ચાલુ છે. મામસા સિધ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટસ પ્રાયવેટ લિમિટેડ ખાતેથી એસજીએસટી દ્વારા 2 બીએમડબલ્યુ અને 1 ફોરચ્યુનર કાર પણ ડીટેચ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...