રાજ્યમાં કોચિંગ ક્લાસીસ ચલાવતા એકમો પર મંગળવારે એસજીએસટીના સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા કલાસીસ અને ધોરણ 10 અને 12 કલાસીસ પર દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં પહેલી વખત આવા કલાસીસ ઉપર સાગમટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. એસજીએસટીની ટીમ દ્વારા રાજ્યના 13 એકમોના 48 કલાસીસના સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ રાજ્યમાં સાગમટે કલાસીસ ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી તે તેમામ કલાસીસ સંચાલકો જીએસટીમાં રજીસ્ટર છે અને કેટલાક કાલાસીસે તો જીએસટી નંબર પણ લીધો નથી.
આ સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેકસ ભર્યો હોવાથી જીએસટીના રડારમાં આવ્યા છે. જીએસટીના સિસ્ટમ બેઝડ એનાલિસીસ અને માર્કેટ ઇન્ટેલિજન્સમાં કલાસીસના વ્યવહારો અને બેન્કના વ્યવહારોમાં વિસંગતતા સામે આવી હતી.
કલાસીસ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફીની રોકડમાં લઇને તેનો કોઇ હિસાબ ચોપડે લેવાતો નહોતો. કલાસીસ સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ પણ રકમ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. મંગળવારે સવારથી શરૂ થયેલા જીએસટીના દરોડામાં સ્ટેટ જીએસટીના 140 કરતા વધારે કર્મચારીઓ જોડાયા હતા. જેમાં દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કરચોરી કરતા કલાસીસ પર દરોડાની કાર્યવાહી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.