ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 48 પેઢીને શંકાસ્પદ તરીકે આવરી લઈને ત્યાં ચકાસણી કરવામાં આવતા આ 48 પૈકી સાત બોગસ પેઢી મળી આવી હતી અને આ સાત પેઢીઓ થકી રૂપિયા 61 કરોડના બિલો ઇસ્યુ કરીને રૂપિયા 11.16 કરોડની વેરા શાખ પાસ ઓન કરી હોવાનું સંયુક્ત રાજ્ય વેરા કમિશનર વિભાગ-9ના ધર્મજીત યાજ્ઞિકે જણાવ્યું છે.
આજે કુલ 48 શંકાસ્પદ પેઢીઓના સ્થળે ગુજરાત સ્ટેટ જીએસટી દ્વારા નવ વિભાગો રચીને ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સાત પેઢીઓ બોગસ મળી આવી હતી. આ બોગસ પેઢીઓ પૈકી સાત પેઢીઓમાં ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવ્યાનું ધ્યાને આવ્યું છે ચકાસણી દરમિયાન સાત ઇસમો મળી આવ્યા નથી જેમની શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બોગસ પેઢીઓ મારફત 61 કરોડના બોગસ બીલો કરી 11.16 કરોડ રૂપિયાની વેરા શાખ પાસ ઓન કરવામાં આવી છે.
આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી હાજરી ખોટી વેરાશાખ મેળવનાર રિયલ ટેક્સ પેયર એટલે કે બેનિફિશિયરી સુધી જીએસટી સિસ્ટમથી પહોંચી શકાય છેે. જેથી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરા શાખ ભોગવનારા પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઈસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.