કોરોનાના ભરડામાં ભાવનગર:નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં કેસમાં સાત ગણો વધારો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં નવેમ્બરમાં 10 કેસની સામે ડિસેમ્બરમાં 68 કેસ
  • જુલાઇથી નવેમ્બર સુધી 5 માસમાં મળ્યા તેના જેટલા કેસ ગત ડિસેમ્બરમાં મળ્યા

ભાવનગર શહેરમાં ગત નવેમ્બર માસની તુલનામાં ગત ડિસેમ્બર માસમાં 6.8 ગણા વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગત નવેમ્બર માસમાં ભાવનગર શહેર-જિલ્લામાં કુલ 10 કેસ નોંધાયા હતા તે આ ગત ડિસેમ્બર માસમાં વધીને 68 થઇ ગયા હતા. એટલે કે એક માસમાં કોરોનાના 58 કેસ વધ્યા હતા. ગત જુલાઇથી નવેમ્બર સુધીના 5 માસ દરમિયાન ભાવનગર શહેર-જિલ્લામાં 70 કેસ નોંધાયા હતા જ્યારે ગત ડિસેમ્બરમાં એક જ માસમાં 68 કેસ નોંધાયા હતા.

ડિસેમ્બર માસના 31 દિવસ દરમિયાન કુલ 68 નવા કેસ નોંધાયા હતા. ઇ.સ.2020ના માર્ચ માસમાં 26મી તારીખે કોરોનાનો પ્રથમ કેસ ભાવનગરમાં મળ્યા બાદ 19 મહિના બાદ ગત ઓક્ટોબર માસ એવો હતો જે આખા માસમાં ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ માત્ર 6 જ નવા પોઝિટિવ કેસ મળ્યા હતા તે આ ભાવનગરમાં આ કોરોનાના 21 માસના ઇતિહાસમાં પોઝિટિવ રેકર્ડ છે.

ગત ડિસેમ્બર માસના આરંભે શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 21,474કેસ હતા તે ડિસેમ્બરના અંતે 21,542 થયા હતા. ગત ડિસેમ્બરના 31 દિવસ દરમિયાન કેસ વધતા આજની તારીખે ભાવનગરમાં ઘટીને 98.46 ટકા થઇ ગયો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલ સુધીમાં કુલ 31 દર્દીઓ કોરોનાની સારવારમાં હતા. ભાવનગર ગ્રામ્ય-તાલુકા કક્ષાએ 2 કોરોનાની સારવારમાં છે.

ગઇકાલ સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજની સ્થિતિએ કુલ 7452 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 7311 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી લેતા કોરોનામાં રિકવરી રેઇટ 98.11 ટકા રહ્યો છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,546 દર્દીઓ નોંધાય છે અને તે પૈકી 21,214 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.46 ટકા રહ્યો છે.આમ હવે ભાવનગર શહેર કોરોનાના ભરડામાં ફરી એકવાર આવી રહ્યું છે અને કેસની સંખ્યા નવા વર્ષમાં વધી રહી છે.

શહેરના યુવાનોમાં 93 ટકા વેક્સિનેશન
ભાવનગર શહેરમાં 18થી 44 વર્ષના કુલ 2,85,542 યુવાનોને રસીકરણનું લક્ષ્યાંક છે અને તે પૈકી પ્રથમ ડોઝમાં ગઇ કાલ કુલ 2,64,479 યુવાનોએ વેક્સિનેશન કરાવ્યું છે અને બીજા ડોઝમાં 2,29,648 યુવાનોએ રસીકરણ કરાવતા પ્રથમ ડોઝમાં ટકાવારી 92.72 ટકા અને બીજા ડોઝમાં ટકાવારી 80.43 ટકા થઇ છે. જ્યારે 45થી વધુ વયનામાં કુલ લક્ષ્યાંક 1,65,106 લોકોનું છે અને તે પૈકી પ્રથમ ડોઝ 1,67,361 એટલે કે 98.86 ટકાએ રસી લઇ લીધી છે.

શહેર- જિલ્લામાં 21 માસનું કોરોનાના કેસનું સરવૈયુ

માસપોઝિટિવરોજના કેસ
એપ્રિલ050 કેસ1.40 કેસ
મે070 કેસ2.25 કેસ
જૂન0137 કેસ4.57 કેસ
જુલાઇ1099 કેસ35.45 કેસ
ઓગસ્ટ1482 કેસ47.80 કેસ
સપ્ટેમ્બર1346 કેસ44.84 કેસ
ઓક્ટોબર600 કેસ19.35 કેસ
નવેમ્બર439 કેસ14.63 કેસ
ડિસેમ્બર619 કેસ19.97 કેસ
જાન્યુઆરી218 કેસ7.03 કેસ
ફેબ્રુઆરી118 કેસ4.21 કેસ
માર્ચ752 કેસ24.26 કેસ
એપ્રિલ6285 કેસ209.5 કેસ
મે7979 કેસ257.4 કેસ
જૂન212 કેસ7.06 કેસ
જુલાઇ023 કેસ0.76 કેસ
ઓગસ્ટ014 કેસ0.46 કેસ
સપ્ટેમ્બર017 કેસ0.60 કેસ
ઓક્ટોબર06 કેસ0.19 કેસ
નવેમ્બર10 કેસ0.33 કેસ
ડિસેમ્બર68 કેસ2.19 કેસ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...