તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા સહિત સાત આગેવાનોને છ મહિનાની સજા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદેસર કર્યો હતો પ્રવેશ ખેડૂતો ઉપર અન્યાય કરવામાં આવશે તો અલ્ટ્રાટેક કંપની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીશું : કનુભાઈ કલસરિયા

ભાવનગરના તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા મામલે ડો.કનુભાઈ કળસરિયા સહિત 7 લોકોને તળાજા કોર્ટ દ્વારા દોષિત ઠેરવામાં આવ્યા હતા. તેઓ સ્થાનિક સ્તરે બની રહેલી એક ખાનગી કંપનીના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ કંપનીના વિરોધમાં તેમણે ભાજપનાં ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. આ આંદોલનમાં સ્થાનિક સ્તરે તેમની સાથે હજારો લોકો ખાસ કરીને ખેડૂતો જોડાયા હતા. ગાંધીનગર સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં પણ સેંકડો ખેડૂતો જોડાયા હતા.

મુખ્ય સાત આગેવાનોને સજા:
ડો.કનુભાઈ કળસરિયા સ્થાનિક સ્તરે બની રહેલી એક ખાનગી કંપનીના પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા હતા. જેમની સાથે અન્ય આગેવાનોએ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા મામલે 6 માસની સજા તળાજા કોર્ટે ફટકારી છે. ડો.કનુભાઈ કળસરિયા સહિત વીજયભાઈ બારૈયા, મનુભાઈ ચાવડા, જેન્તીભાઈ ભીલ, રધુભાઈ બારૈયા, દીનેશભાઈ અને ભરતભાઈ ભીલને તળાજા કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે.

500 લોકોના ટોળાં સાથે કંપની સામે કર્યું હતું વિરોધ પ્રદર્શન:
2018ના વર્ષમાં તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં કનુભાઈ કલસરિયાની મુખ્ય આગેવાની હેઠળ ગામના 500 લોકોના ટોળાં સાથે કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ફેક્ટરીમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો, જેના મુખ્ય સાત આગેવાનોને સામે ફરિયાદ દાખલ થઇ હતી. જેનો કેસ આજે તળાજા કોર્ટમાં ચાલતાં તમામ 7 આગેવાનોને 6 માસની સજા ફટકારવામાં આવી છે. તેમજ દરેક વ્યક્તિઓને રૂપિયા 800નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની કનુભાઈ કલસરિયાની ચીમકી:
ખેડૂત આંદોલનના મુખ્ય આગેવાન કનુભાઈ કલસરિયા દ્વારા વાતચીતમાં જણાવ્યું હતું કે, "મારી સહિત તમામ લોકો જામીન પર છૂટી ગયા હતા. અમે હજી આગામી દિવસોમાં જો ખેડૂતો ઉપર અન્યાય કરવામાં આવશે તો ગામ લોકો સાથે રહી અલ્ટ્રાટેક કંપની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, તેમજ ખેડૂતની જમીન ખેડૂત પાસે જ રહેવી જોઈએ, નહીંતર આંદોલનને આગળ ધપાવીશું."

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો