ભાવનગર જિલ્લાનો ચૂંટણી જંગ:સાત વિધાનસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું, 11 ફોર્મ પરત ખેંચાતા હવે 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકનો પર ચૂંટણી લડવા ઘણા ઉમેદવારે ફોર્મ ભર્યા હતા તેમાંથી આજે ગુરુવારે અંતિમ દિવસે 11 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે આમ, જિલ્લામાં 7 બેઠકો માટે 66 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

11 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર ફોર્મ પરત ખેંચાય હતા. જેમાં મહુવા બેઠકમાંથી એક, તળાજા બેઠક પરથી બે, પાલીતાણા બેઠક પરથી એક, ભાવનગર પૂર્વમાંથી એક અને ભાવનગર પશ્ચિમમાંથી પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીના ફોર્મ પરત ખેંચ્યા હતા, સૌથી વધુ પશ્ચિમ બેઠક પર 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, આમ, સાત બેઠકો પરથી 11 ફોર્મ પરત ખેંચ્યા હતા.

ભાજપ-કૉંગ્રેસ અને આપના ઉમેદવારો
ભાજપ-કૉંગ્રેસ અને આપના ઉમેદવારો

ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ગઈકાલ સુધી 108 માંથી 84 ઉમેદવારોએ ફોર્મ માન્ય રહ્યા હતા જેમાંથી 84 ઉમેદવારો માંથી બુધવારે સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. 7 ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા હવે 77 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસે વધુ 11 ફોર્મ ખેંચતા કુલ 66 ઉમેદવારો મેદાન રહેતા ચિત્ર સ્પષ્ટ થયું હતું.

ભાજપ-કૉંગ્રેસ અને આપના ઉમેદવારો
ભાજપ-કૉંગ્રેસ અને આપના ઉમેદવારો

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...