હડતાળનો બીજો દિવસ:ભાવનગરમાં પંયાયતી કામગીરી ખોરવાઇ, પડતર પ્રશ્નોનું નિવારણ ન આવે ત્યાં સુધી તલાટીઓ લડી લેવાના મૂડમાં

ભાવનગર11 દિવસ પહેલા
  • બાંહેધરી આપ્યા બાદ પણ સરકારે કોઈ પગલા ન લીધા

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્રારા 2018થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્રારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યુ નથી. જેથી ભાવનગર જિલ્લાના તલાટી મંત્રીઓ પડતર પ્રશ્ને ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે, આજે તલાટી મંત્રીઓની હડતાલનો બીજો દિવસ છે.

વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ પગલા ન લીધા
તલાટી મંત્રીઓએ આગળ તારીખ 7-9-2021ના રોજ હડતાલનું એલાન કર્યું હતું, પરંતુ એ સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવવાની બાહેધરી આપતા હડતાલ મોકૂફ રાખી હતી. જે બાહેધરી 9 માસ જેટલો સમય થવા છતાં અને વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નોનો સુખેદ સુખદ ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તારીખ 9/7/2022ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં મતે થયેલા ઠરાવ મુજબ તારીખ 2 ઓગસ્ટ 2022થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓનું પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અ ચોક્કસ મુદત હડતાલ પર જવાની નક્કી કર્યું છે. ભાવનગર જિલ્લાના તમામ કમ મંત્રીઓ મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા તા.13થી 15 ઓગસ્ટ 2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

પડતર પ્રશ્નો તત્કાલ હલ કરવાની માંગ
આજે બુધવાર અચોક્કસ હડતાલની મુદતનો બીજા દિવસે પણ ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવેલો હોય ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળનો અન્ય આદેશના થાય ત્યાં સુધી ભાવનગર જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓએ આદેશનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. પડતર પ્રશ્નો તત્કાલ હલ કરવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...