તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે વર્ષ પૂર્વે ભાવનગર નજીકના માઢીયા ગામે પરીણિતાને મેણા ટોણા મારી મરવા મજબુર કર્યાનો કેસ ભાવનગરની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, પુરાવાઓ ધ્યાને રાખી ડીસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ મૃતકના સાસુ અને જેઠાણીને કસુરવાર માની સાત સાત વર્ષની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.
માઢીયા ગામે રહેતી સોનલબેન બુધેશભાઈ રાઠોડ ઉ.વ.25 નામની પરીણિતાને લગ્ન બાદ તેના સાસરીયાઓ જેમા ખાસ કરીને સાસુ-સસરા અને જેઠ-જેઠાણી 'તુ અમને ગમતી નથી' તેમ કહી મેણા ટોણા મારી મારઝુડ કરતા અને શારિરીક તથા માનસિક ત્રાસ આપતા હોય સોનલબેને ગત તા.7-2ના રોજ જાતે સળગી જતા તેમને સારવાર અર્થે દાખલ કરાયેલ જ્યાં તેમને સાસુ જયાબેન ગોબરભાઈ રાઠોડ, સસરા ગોબરભાઈ રાઠોડ, જેઠ વિજયભાઈ ગોબરભાઈ રાઠોડ તથા જેઠાણી ઉષાબેન વિજયભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધેલ હતો.
સારવાર દરમિયાન પરીણિતાનું મૃત્યુ થયેલ હતું.
આ અંગેનો કેસ ભાવનગરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી અદાલતે સાસુ જયાબેન અને જેઠાણી ઉષાબેનને કસુરવાર ઠેરવી સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. અને સસરા ગોબરભાઈ તથા જેઠ વિજયભાઈને નિર્દોષ છોડી મુકાયા હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.