બસ ઉપડશે...:તા.1 ડિસેમ્બરથી ભાવનગર ગાંધીનગર STની સેવા શરૂ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સવારે 7 કલાકે ભાવનગરથી બસ ઉપડશે
  • અમદાવાદ સિટીમાં જવાનો છુટકારો મળવાના લીધે મુસાફરોને સમય અને ભાડામાં રાહત થશે

ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ભાવનગર થી ગાંધીનગર વચ્ચે એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવશે. તા.1 લી ડિસેમ્બરથી મુસાફરોની સુવિધા માટે અમદાવાદ બાયપાસ થઈ સીધી ગાંધીનગરની બસ દોડાવવામાં આવશે જેથી મુસાફરો ને સમય અને ભાડા બંને ની બચત થવાની છે. એસ.ટી. તંત્ર અનુસાર ભાવનગર થી ગાંધીનગર રૂટ શરૂ કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી મુસાફરો દ્વારા કરવામાં આવી રહી હતી.

ભાવનગર થી ગાંધીનગર ટ્રેન વ્યવહાર છેલ્લા દોઢ વર્ષથી બંધ છે જેના લીધે લોકો પાસે એસ.ટી. માં મુસાફરી કરવા માટે કોઈ વિકલ્પ રહ્યો નથી. જેથી ભાવનગર વિભાગીય નિયામક દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં લેવામાં આવી છે. તા.1 ડિસેમ્બર નાં રોજ સવારે 7 કલાકે ભાવનગર ગાંધીનગર વાયા ધોલેરા, પીપલી, બગોદરા, સરખેજ, ઇસ્કોન, થલતેજ રોડ, સોલા વિદ્યાપીઠ, હાઈકોર્ટ રોડ, અડાલજ થઈને જશે. બસ અમદાવાદ બાયપાસ થી ચાલવાની હોવાથી મુસાફરોને અમદાવાદ ની અંદર જવાની સમસ્યામાંથી છુટકારો મળશે

અન્ય સમાચારો પણ છે...