સિહોરના આંબલા ગામે રહેતા એક ખેડૂત ભાવનગર ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાનો કપાસ વેચી તેના આવેલા રૂા.80 હજાર જેવી રકમ લઈ ભાડાની અજાણી ઈકો ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે વરતેજ પાસે તેની બાજુમાં બેસેલ પેસેન્જરે તેના નાણા સેરવી લઈ ખેડૂતને નીચે ઉતારી કાર લઈ નાસી છૂટ્યા હોવાની ફરિયાદ વરતેજ પોલીસમાં નોંધાઈ હતી.
સિહોરના આંબલા ગામે રહેતા ખેડૂત પરશોત્તમભાઈ રવજીભાઈ જાસોલીયા તથા અન્ય રસીકભાઈ બન્ને ભાવનગર ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે ગઈકાલે કપાસની ગાસડીયો વેચી તેના આવેલા રૂા.79,110 લઈ માર્કેટીંગ યાર્ડની સામેના રોડ પરથી પસાર થઈ રહેલ એક અજાણી ઈકો કારમાં બેસી સિહોર તરફ જઈ રહ્યા હતા ત્યારે નારી ચોકડીથી વરતેજની વચ્ચેના રસ્તા પર તેની બાજુમાં બેઠેલ પેસેન્જરે તેને ખબર ન પડે તેમ તેના ખિસ્સામાંથી તમામ રૂા.79,110 સેરવી લઈ ગાડીના ચાલક સાથે મળી જઈ તેને કોઈ કારણ બતાવી ગાડીની નીચે ઉતારી દઈ કાર ભગાડી મુકી નાસી છૂટ્યા હતા. પોતાના પૈસા ચોરાઈ ગયાની તેને જાણ થતા તેણે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિયમ મુજબ એફ.આઈ.આર નોંધી બાદમાં કેમેરા ચેક કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.