વાર્તાલાપ:નદી-પર્વતોની આડેધડ તોડફોડથી પર્યાવરણને થયેલું ગંભીર નુકશાન

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેત્રુંજી ડેમ અને અન્ય પર્યાવરણ સ્થળોની લીધેલી મુલાકાત મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. રાજેન્દ્રસિંહે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝમાં આપેલું વકતવ્ય

ઉદ્યોગ સાથે પાણી અને પ્રકૃતિના વિષય સાથે જળપુરુષ રાજેન્દ્રસિંહ દ્વારા ઉદ્યોગકાર કાર્યકર્તાઓ સાથે ઉદબોધન વાર્તાલાપ દરમિયાન ગુજરાતમાં ખેતીના વિકાસ સાથે ઉદ્યોગના સમન્વય પર ભાર મુકાયો હતો.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા 'પાણી, પ્રકૃતિ અને ઉદ્યોગ' વિષય પર જાણિતા પર્યાવરણ કાર્યકર્તા મેગ્સેસે સન્માનિત જળપુરુષ રાજેન્દ્રસિંહ દ્વારા વાર્તાલાપ યોજાયો હતો.ભાવનગરના મીઠા ઉદ્યોગના સંદર્ભે આ ઉદ્યોગ પર્યાવરણ માટે હાનિકારક ન હોવાનું જણાવી આ વિસ્તારને બધી રીતે પાણીદાર બનાવવા પાણીના તળને સમજવા પર ભાર મૂકી રાજેન્દ્રસિંહે ઉદ્યોગકારો અને વેપારીઓ એટલે મહાજન તથા શ્રેષ્ઠી છે, જેઓએ પોતાના લાભ સાથે સમાજનું શુભ પણ જોવું પડે છે,રાજેન્દ્રસિંહે રાજસ્થાનમાં પોતાના તબીબી વ્યવસાયને તરછોડી ધરતીની તબિયત સુધારવા આદરેલી ઝુંબેશનો ઉલ્લેખ કરતા તેઓએ વરસાદ અને ભૂગોળનું વિજ્ઞાન અઘરું ન હોવાનું જણાવી તેમાં સહજ સમજદારી હોય તો સહેલું છે તેમ ઉમેર્યું હતું આપણી શોષણ વૃત્તિથી પર્વતો, જમીન તેમજ નદીઓની તોડફોડથી થયેલી ભયંકર હાનિની ચિંતા સામે ગંભીર બનવા પણ ચેતવ્યા હતા.

ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોની અને માનદમંત્રી પ્રકાશભાઈ ગોરસિયાએ જળપુરુષ રાજેન્દ્રસિંહને આવકાર્યા હતા.આ વાર્તાલાપમાં સંસ્થાના હોદ્દેદારો, ઉદ્યોગકારો, વેપારીઓ અને અગ્રણીઓ સામેલ થયા હતા.

જલપુરુષ રાજેન્દ્રસિંહે પાલિતાણાની પણ મુલાકાત લીધી તે દરમ્યાન મોટી રાજસ્થળી ગામે તળાવ કિનારે વવાયેલા 1008 પીપળાના વૃક્ષો અને તળાવની મુલાકાત લીધી હતી આ ઉપરાંત તેમણે શેત્રુંજય જળાશયની મુલાકાત અને ડેમ પર આવેલી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે જળસંચય ,પર્યાવરણ બચાવવાની ચર્ચા સંવાદ કર્યો હતો જેના ફળસ્વરૂપે કાર્યક્રમના અંતે શાળાએ આવતા દિવસોમાં 5000 તુલસી રોપી તુલસી વન બનાવવાનો સંકલ્પ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...