આરોપ:વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સામે સનસનીખેજ આરોપ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને પોતાની સાથે સતત રહેવા ફરજ પાડી હતી
  • ધરમશી ધાપાએ બ્લેકમેઈલ કરી, મિલકતો હડપી અનૈતિક સંબંધો બાંધવા મજબુર કર્યાં બાદ મોત નિપજાવ્યાનો આક્ષેપ

વ્યવસ્થા પરિવર્ત પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ધરમશી ધાપા પર શહેરની એક મહિલાને અનૈતિક સંબંધો બાંધવા મજબુર કર્યાં બાદ મોત નિપજાવ્યું હોવાના આરોપ સાથે રજુઆત કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી સાથે જોડાયેલી શહેરની એક મહિલાને પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ધરમશી ધાપાએ લલચાવી ફોસલાવી રાજનૈતિક ભવિષ્યને લઈને ખોટા આંબા-આંબલી બતાવી તેને વશમાં કર્યાં બાદ હોદ્દો આપી તેની સાથે રહેવા મજબુર કરી હતી.

આ દરમિયાન તે મહિલાનું શારિરીક શોષણ કરતો હતો. ગત તા.12/9ના રોજ ઘરેથી ઘરેણાં અને દસ્તાવેજો લઈ ધરમશી ધાપાને આપવા જવાનું કહી બોરડીગેટ ખાતેના કાર્યાલયે ગયા હતા. જ્યાં તેમને અચાનક ઉલ્ટી થયેલ અને મોં માંથી ફીણ નિકળવા લાગ્યા હતા. જેની જાણ મહિલાના પરિવારને થતાં તેઓ હોસ્પિટલે ગયા હતા જ્યાં તેમની ધરમશી ધાપા અને તેની પાર્ટીના કાર્યકર્તા હાજર હતા. મહિલાના પોસ્ટમોર્ટમ અને અંતિમક્રિયા બાદ ધરમશી ધાપા પાસે પર્સના ઘરેણાં અને દસ્તાવેજ તથા મોબાઈલ માંગ્યા હતા.

જે પરત મળતા પર્સમાં દસ્તાવેજો કે ઘરેણાં મળ‌ી આવ્યા નહોતા અને મોબાઈલમાંથી ધરમશી ધાપાએ મહિલા સાથે બાંધેલા અનૈતિક સંબંધના પુરાવા મળી આવ્યા હતા અને મહત્વના પુરાવાનો તેણે નાશ કર્યો હોવાની શંકા સાથે મહિલાના પરિવારજનોએ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ધરમશી ધાપાએ તેની હત્યા કરી હોય અથ‌વા મરવા મજબુર કર્યાં હોય તેવા આક્ષેપ સાથે ઘોઘા રોડ પોલીસને અરજી કરી હતી. આ મામલે અરજી મળી છે અને તપાસ ચાલી રહી હોવાનું ઘોઘા રોડ પીઆઈ તરફથી જાણવા મ‌ળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...